Trafficના નિયમો તોડવા બદલ અમદાવાદીઓએ ભર્યો કરોડોનો દંડ! કાયદાનો ભંગ કરવા બદલ માતાએ પુત્ર સામે કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 10:34:53

આપણામાંથી અનેક લોકો હશે જે નિયમોનું પાલન કરતા હશે તો બીજી તરફ અનેક લોકો કાયદાનું પાલન નથી કરતા. અનેક વખત કાયદાનું પાલન કરવાનું રહી જાય છે કાં તો જાણી જોઈને નથી કરતા. લોકોને કાયદાનું ભાન થાય અને તેનો અમલ કરે તે માટે દંડ પણ ફટકારવામાં આવે છે. કાયદાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે મેમો આપણા ઘરે આવી જાય છે. અનેક લોકોને હજી સુધી મેમો ઘરે આવ્યો હશે, કોઈએ દંડની રકમ ભરી હશે તો કોઈએ નહીં ભરી હોય. ત્યારે એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કેટલો દંડ ભર્યો છે તેની માહિતી આપવામાં આવી છે.  

ટ્રાફિક નિયમો News in Gujarati, Latest ટ્રાફિક નિયમો news, photos, videos |  Zee News Gujarati

અનેક લોકો માને છે કે કાયદો તોડવા માટે બનાવ્યો છે! 

એક વર્ગ એવો છે જે માને છે કે કાયદો બન્યો છે તો તેનું પાલન થવું જોઈએ. તો બીજી બાજુ આપણામાંથી જ અનેક લોકો એવું માનતા હશે કે નિયમ તોડવા માટે જ બનાવવામાં આવે છે. નિયમને કેવી રીતે તોડવો તે અંગે લોકો વિચારતા હોય છે. નિયમોની વાત નથી કરવી પરંતુ નિયમો તોડ્યા બાદ મળતા દંડની કરવી છે. વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સિટ બેલ્ટ બાંધવો જોઈએ, ઓવરસ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાથી અકસ્માત થવાની સંભાવના વધતી જાય છે તેવા નિયમો છે તે આપણે જાણીએ. ત્યારે અમદાવાદીઓએ કરોડોનો દંડ ભર્યો છે તેવી માહિતી એક મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.

Traffic Rules: Do You Know Constable And Home Guard Has No Power To Give  Memo Details Here | ગુજરાતમાં ટ્રાફિકના નિયમના ભંગ માટે કોને મેમો આપવાની છે  સત્તા ? કોન્સ્ટેબલ કે હોમ

કાયદો ભંગ કરવા બદલ અમદાવાદીઓએ ભર્યો આટલા કરોડનો દંડ!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્મેટ ન પહેરવાને કારણે, રોંગ સાઈડ આવવાને કારણે તો કોઈ વખત સિટ બેલ્ટ ન પહેરવાને કારણે અકસ્માતો સર્જાય છે. આ નિયમો આપણી સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ અનેક લોકો આનું પાલન નથી કરતા. નિયમ ભંગ કરવા બદલ અમદાવાદીઓએ કરોડો રૂપિયાનો દંડ છેલ્લા એક વર્ષમાં ભર્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેનાર 36000 લોકો ઝડપાયા છે જ્યારે રોંગ સાઈડ પર આવવા વાળા 6 હજારથી વધુ લોકો ઝડપાયા છે. હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા 9 હજાર લોકો ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર નિયમો ભંગ કરવા બદલ પોલીસે 183 કરોડ જેટલાનો દંડ વસૂલ કર્યો છે 

ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો મર્યા, લેટેસ્ટ કેમેરા જ કાપી લેશે ચલણ - GSTV


અમદાવાદમાં માતાએ પુત્ર વિરૂદ્ધ કરી ફરિયાદ!

એવું કહેવામાં આવે છે કે મોટાઓનું જોઈને બાળક શીખે છે. મોટા જેવું વર્તન કરે છે તેવું વર્તન બાળક પણ કરે છે. જો આપણે જ કાયદાનું પાલન નહીં કરતા હોઈએ તો આપણું બાળક કાયદાનું પાલન કરશે તેવું માનવું કદાચ ખોટું હશે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા જેમાં પતિએ પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી કારણ કે તેમણે 10 વર્ષના બાળકને ગાડી ચલાવવા આપી હતી. તે બાદ આજે આવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. માતાએ પોતાના પુત્ર વિરૂદ્ધ ઓવરસ્પીડિંગ કરવા બદલ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.