દિલ્લીમાં હવાનું સ્તર 'બહુ ગંભીર' શ્રેણીમાં પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2022-10-29 15:59:18

દિલ્લીની હવામાં ઝેર સમાન થઈ ગઈ છે, પ્રદુષણ વધી રહ્યું છે. બપોરે હવાનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. લોકો શ્વાસમાં પ્રાણવાયુની જગ્યાએ ગંદો ધુમાડો લઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં  હવાની ગુણવત્તાનું સ્તર સૌથી ખરાબ છે. દિલ્લીના અમુક જગ્યાઓ પર હવામાં પ્રદુષણ 500 સુધી પહોંચી ગયું છે. હવામાં પ્રદુષણની માત્રા સવારે ઓછી હતી પરંતુ અચાનક બપોર થતાંની સાથે જ માત્રા એટલી બધી વધી ગઈ કે લોકોને લાંબા સમય બાદ તકલીફ પડે. હવામાં વધતા પ્રદુષણ મામલે આગાહી કરવામાં આવી રહી છે કે હજુ પણ હવાની ગુણવત્તા ઘટશે અને પ્રદુષણની માત્રા વધશે.  


આપ અને બીજેપી પ્રદુષણ મામલે આમને સામને 

દિલ્લીની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપરાજ્યપાલની ઓફિસ પર પ્રદર્શનો કર્યા હતા. તેમણે ઉપરાજ્યપાલ આક્ષેપો કર્યા હતા કે જાણી જોઈને રેડ લાઈટ ઓન, ગાડી ઓફ અભિયાનને મંજૂરી નહોતી આપી. જોકે ઉપ રાજ્યપાલે આમ આદમી પાર્ટીના આક્ષેપ પર જવાબ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીએ અભિયાનની શરૂઆતની તારીખો મામલે ખોટું બોલ્યું છે. 


દિલ્લીના પ્રદુષણ મામલે એક્સપર્ટનું શું કહેવું છે?

તેમનું માનવું છે કે હવાની ગુણવત્તામાં ઘટાડો એ હવાની દિશા અને ગતિના કારણે છે. દિવાળીના સમયમાં હવાનું પ્રદુષણ સાત વર્ષના સૌથી ઓછા નંબર પર હતું. 24 ઓક્ટોબર બાદ અચાનક હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો અને એર ક્વોલિટ ઈન્ડેક્સ 'ખરાબ'થી 'બહુ ખરાબ' સુધી પહોંચી ગયો છે. ફટાકડા ફોડવાના કારણે અને ખેતરોમાં પાકને બાળવાના કારણે હવાની ગુણવત્તા અચાનક ઘટી ગઈ છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.