ઐશ્વર્યા રાયે સાસરું છોડ્યું, પિયરમાં શિફ્ટ થઈ! બચ્ચન પરિવાર સાથે અણબનાવ કેમ?


  • Published By :
  • Published Date : 2023-12-15 20:14:31

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી મીડિયામાં એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તેમના સંબંધોમાં ખટરાગ છે. મીડિયામાં તેમના છૂટાછેડાને લઈને પણ ઘણા સમાચાર આવ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. બિગ બી પણ સતત તેમની ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેથી તેમના અણબનાવના સમાચારને હવા મળી રહી છે. આ દરમિયાન, હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે તેણે બચ્ચન હાઉસ છોડી દીધું છે. તે જલસા બંગલોમાથી નિકળી તેની પુત્રી આરાધ્યા સાથે તેની માતા વૃંદા રાયના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.  


ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા નહીં લે!


મિડીયા રિપોર્ટસ મુજબ ઐશ્વર્યા રાયે બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની માતા વૃંદા રાય અને પતિ અભિષેક બચ્ચનને સમાન સમય આપી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે હાલમાં જ બચ્ચન હાઉસ જલસા છોડી દીધું છે અને તે તેના પતિ સાથે રહે છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય તેની સાસુ જયા બચ્ચન સાથે વાત નથી કરી રહી અને તેના કારણે તેના પરિવારમાં મતભેદ છે. જલસામાં તેની નણંદ શ્વેતા બચ્ચન કાયમી શિફ્ટ થવાને કારણે લડાઈ વધી ગઈ છે. માનવામાં આવે છે કે અભિષેક બચ્ચન માટે આ સમય કપરી કસોટી સમાન છે. કારણ કે આ સમયે તેણે પતિ અને પુત્ર બંનેની જવાબદારીઓ નિભાવવાની છે. જો કે આવી સ્થિતિમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છૂટાછેડા નહીં લે.


અમિતાભ બચ્ચને પુત્રીના નામે કર્યો જલસા બંગલો 


ઉલ્લેખનિય છે કે  તાજેતરમાં જ અમિતાભ બચ્ચને જલસા બંગલો તેમની પુત્રીના નામે કર્યો છે. આ દિવસોમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન પણ 'જલસા' ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બિગ બીએ જ્યારથી આ નિર્ણય લીધો છે ત્યારથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંઘ તંગ બન્યા છે.


બિગ બીએ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી  


તાજેતરમાં, બિગ બીએ પણ ઐશ્વર્યા રાય બચ્ચનને અનફોલો કરી દીધી હતી, જેથી અટકળોને વધુ વેગ મળ્યો હતો. જ્યારે કેટલાક યુઝર્સે દલીલ કરી હતી કે તેઓ પહેલાથી એકબીજાને ફોલો કરતા નથી, અન્ય લોકોએ અનુમાન કર્યું હતું કે બિગ બીના એકાઉન્ટની ગોપનીયતાનું સેટિંગ્સ તે જે લોકોને ફોલો કરે છે તે અંગેની યાદી જોવાથી અટકાવી રહ્યું છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.