ઉત્તર પ્રદેશમાં અખિલેશે કોંગ્રેસને માત્ર 17 સીટો ઓફર કરી, જાણો પેચ ક્યા ફસાયો છે


  • Published By :
  • Published Date : 2024-02-20 17:59:57

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટની વહેંચણી પર કોઈ સહમતિ બની શકી નથી. આજ કારણે UPમાં I.N.D.I.A ગઠબંધન તુટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 17 લોકસભા સીટોની ઓફર કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 સીટો પર ઉમેદવારો ઉતારવા માંગે છે. હાલમાં કોંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા બેઠક છે.


કોંગ્રેસે માંગી છે 20 સીટ 


કોંગ્રેસ દ્વારા UPની 20 લોકસભા સીટોની યાદી સપાને આપવામાં આવી હતી. સપાએ અમેઠી, રાયબરેલી, વારાણસી, અમરોહા, બાગપત, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, હાથરસ, ઝાંસી, બારાબંકી, કાનપુર, સીતાપુર, કૈસરગંજ અને મહારાજગંજ સીટો ઓફર કરી હતી. પરંતુ, પશ્ચિમ યુપીની 3 બેઠકો પર પેચ ફસાયા છે. આ અંગે બંને પક્ષો વચ્ચે મતભેદ ચાલુ રહ્યો હતો.

 

આ નેતાઓ કરી રહ્યા છે ચર્ચા


ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગેની આ બેઠકોમાં કોંગ્રેસ વતી પ્રદેશ અધ્યક્ષ અજય રાય, સલમાન ખુર્શીદ, આરાધના મિશ્રા હાજર રહ્યા હતા. જ્યારે સપા તરફથી રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન અને ઉદયવીર સિંહ હાજર હતા. યુપીની દરેક સીટ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. દરેક બેઠક પર જીતની શક્યતા આંકવામાં આવી હતી. આ પછી પણ મામલો ફાઇનલ થઇ શક્યો નથી.


અખિલેશ યાદવ શા માટે નહોતા જોડાયા યાત્રામાં?


અખિલેશ યાદવે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે રાયબરેલી પહોંચ્યા ન હતા. અખિલેશે સોમવારે મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સપા ન્યાય યાત્રામાં જોડાશે નહીં.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે