Akhilesh Yadav નહીં થાય Rahul Gandhiની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ! બેઠકોને લઈ બંને પાર્ટી વચ્ચે ચર્ચા થઈ પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-20 10:18:45

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તરપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવતું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સામેલ થશે કારણ કે બંને પાર્ટી ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં સપા નેતા અખિલેશ યાદવ ભાગ નહીં લે. એવી શર્ત મૂકવામાં આવી છે કે પહેલા સીટોની વહેંચણી અંગે ચર્ચા કરીએ, તેને ફાઈનલ કરીએ તે બાદ આગળ વધવાની વાત કરીએ.     

ઉત્તરપ્રદેશ પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અનેક રાજ્યોમાં તેમજ અનેક લોકસભા બેઠકમાંથી આ યાત્રા  પસાર થઈ ચૂકી છે અને થવાની છે. ત્યારે હમણાં આ યાત્રા ઉત્તરપ્રદેશમાં છે. એવી સંભાવનાઓ હતી કે ઈન્ડિયા ગઠબંધનને કારણે સપા નેતા અખિલેશ યાદવ યાત્રામાં સામેલ થઈ શકે છે. પરંતુ એવી માહિતી સામે આવી છે કે અખિલેશ યાદવે કહ્યું છે કે પહેલા સીટને લઈ ચર્ચા થાય, સીટની વહેંચણી કરવામાં આવે અને તે બાદ આગળ સાથે વધવાની વાત કરવામાં આવે.

યાત્રામાં સામેલ થવા અંગે અખિલેશ યાદવે કહ્યું કે.... 

અખિલેશ યાદવ દ્વારા યાત્રામાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપવામા આવી જે મુજબ અખિલેશ યાદવે કહ્યું કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન ફાઈનલ નહીં થાય તો તે રાયબરેલીમાં યાત્રામાં સામેલ નહીં થાય. અનેક લોકસભા બેઠકોને લઈ ચર્ચા થઈ પરંતુ બંને પાર્ટી વચ્ચે કોઈ નિષ્કશ ન આવ્યો. કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે સોમવાર રાત સુધી વાતચીત પણ થઈ લોકસભા બેઠકોને લઈ પરંતુ સીટોને લઈ સહમતિ ના બની. 


અનેક રાજકીય પાર્ટીઓએ એકલા હાથે ચૂંટણી લડવાની કરી છે જાહેરાત

સત્તાને લઈ અનેક વખત ઘમાસાણ થતું હોય છે. ઈન્ડિયા ગઠબંધન તો બનાવવામાં આવ્યું પરંતુ જ્યારે સીટોની વહેંચણી અંગેની વાત આવી ત્યારે મોટી મોટી રાજકીય પાર્ટીઓ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ટિકિટ વહેંચણીને લઈ તૃણુમુલ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી રસ્તો અલગ કરી દીધો હતો. ગઠબંધનથી અલગ નથી થયા પરંતુ ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે.    



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.