સર્વપક્ષીય બેઠકમાં મરાઠા આંદોલનના સમર્થનમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર, મનોજ જરાંગે ઉપવાસ મુદ્દે અડગ


  • Published By :
  • Published Date : 2023-11-01 18:39:58

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બની રહ્યું છે, રાજ્યમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. આ સ્થિતી અંગે મંથન કરવા માટે રાજ્યની શિંદે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં આ મુદ્દે વિચાર-વિમર્સ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ પક્ષોના અગ્રણી નેતાઓએ સરકારના દરખાસ્ત પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ બેઠકમાં ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીશ, (ભાજપ), એનસીપી અધ્યક્ષ શરદ પવાર (એનસીપી),  બાલા સાહેબ થોરાટ, (કોંગ્રેસ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (કોંગ્રેસ), શિવસેના (ચૂબીટી) નેતા અનિલ પરબ સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ તમામ નેતાઓએ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેને પણ ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આ ઓલ પાર્ટી  મીટિંગમાં મરાઠા અનામતના સમર્થનમાં સર્વ સમંતીથી પ્રસ્તાવ પસાર કરીને હિંસાની ઘટનાઓને વખોડી હતી. તમામ નેતાઓએ કહ્યું હતું કે આ કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે.



મનોજ જરાંગેએ ઉપવાસને લઈ અડગ 


મરાઠા અનામતને લઈ આમરણ ઉપવાસ પર ઉતરેલા મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે જો રાજ્ય સરકાર તેમની માગ પૂરી નહીં કરે તો તે આજ સાંજથી જ પાણી પીવાનું બંધ કરી દે છે. જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામાં 25 ઓક્ટેબરથી ભૂખ હડતાળ પર બેઠેલા જરાંગેએ તમામ પક્ષોના નેતાઓને મરાઠા આંદોલનને સમર્થન આપવાની અપીલ કરી હતી.   


રાજ્યમાં પરિસ્થિતી તંગ



મરાઠા અનામત આંદોલનની આગ રાજ્યના તમામ વિસ્તારોમાં ફેલાઈ છે. રાજ્યમાં મરાઠા અનામતનું સમર્થન કરનારા સંગઠનોના લગભગ 500 કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ લોકો પર પુના પોલીસે મુંબઈ-બેંગલુરૂ હાઈ-વે બ્લોક કરવા અને ટાયરો સળગાવવાનો આરોપ છે. રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બીડ વહીવટી તંત્રએ જિલ્લાના કેટલાક ભાગોમાં બુધવાર સવારે કર્ફ્યું લગાવી દીધો હતો તથા ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.  જિલ્લામાં 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે