છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવા અફઘાનિસ્તાનમાં થઇ રહ્યો છે 'પોઇઝન એટેક'


  • Published By :
  • Published Date : 2023-06-05 19:49:22

1.  બાળકોની હત્યાના ગુનામાં 20 વર્ષ જેલ ભોગવી, અંતે નિર્દોષ જાહેર 

ઓસ્ટ્રેલિયામાં ચાર બાળકોની હત્યાના આરોપસર જેલમાં છેલ્લા 20 વર્ષથી સજા કાપી રહેલી એક માતા આખરે નિર્દોષ જાહેર થઇ..  કેથલીન નામની આ મહિલા ઓસ્ટ્રેલિયામાં સૌથી ક્રૂર સિરિયલ કીલર તરીકે મશહૂર થઇ હતી.. જો કે આ કેસમાં હાલની જે તપાસ થઇ તેમાં એવા પુરાવા સામે આવ્યા છે જેમાં સાબિત થઇ રહ્યું છે કે હત્યા તેણે નહોતી કરી પરંતુ બાળકો પોતે એક પ્રકારની બીમારીથી પીડાતા હતા જેને લીધે તેમનું મૃત્યુ થયું.. 


2. ચીનના સિચુઆનમાં ભેખડ ધસી પડતા 20ના મોત

 ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટનાએ 19 લોકોનો ભોગ લીધો છે.. સિચુઆનના લેશાન સીટી પાસે આવેલા પહાડોમાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. જેને કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી.. આશરે 180થી વધુ બચાવકર્મીઓએ રાહત કામગીરી કરી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા..


3. અમેરિકામાં મહિલાએ વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

અમેરિકામાં એક મહિલાએ વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ  એટલે કે AI ચેટબોટ સાથે લગ્ન કરી લીધા.. ચેટ GPT પછી હવે વિદેશમાં લેટેસ્ટ ટ્રેન્ડ એ આવ્યો છે કે AI બોટ સાથે લોકો પરણી રહ્યા છે.. તે એક મહિલા પણ હોઇ શકે અને પુરુષ પણ હોઇ શકે..AI સાથે લગ્ન કરનારી આ મહિલાએ રેપ્લિકા નામની એપ ડાઉનલોડ કરી હતી જે એક  AI ચેટબોટ એપ્લીકેશન છે.. જેના પર લોકો વર્ચ્યુઅલી પાર્ટનર બનાવી શકે છે.. આ એપ પર તે તેના વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ એરીનને મળી હતી અને તેના પ્રેમમાં પડ્યા બાદ તેણે તેની સાથે લગ્ન કર્યા હતા..


4. અફઘાનિસ્તાનમાં કુમળી વયની છોકરીઓ પર પોઇઝન એટેક

અફઘાનિસ્તાનમાં કુમળી વયની છોકરીઓ પર પોઇઝન એટેક થઇ રહ્યો છે..  અફઘાનિસ્તાનના  કાબુલમાં એક પ્રાથમિક શાળાની 80 વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું..તમામ વિદ્યાર્થીનીઓ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે..  આ ઘટનામાં હજુ સુધી કોઇના મૃત્યુના સમાચાર નથી.. જે શાળામાં આ ઘટના બની તે તાલિબાન હસ્તક વિસ્તારમાં આવેલી છે.. જો કે તાલિબાને પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે.. અને જણાવ્યું છે કે આ કોઇ વ્યક્તિનું કાવતરું છે. .જો કે આ પહેલા પણ વર્ષ 2015માં અફઘાનિસ્તાનના  હેરાત પ્રાંતમાં અલગ અલગ શાળાની 600 વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું.. જેની માટે ઘણા માનવાધિકાર સંગઠનોએ તાલિબાનને જવાબદાર ઠેરવ્યું હતું.. અફઘાનિસ્તાનમાં હાલના તાલિબાન શાસનના નિયમો પ્રમાણે પાંચમા ધોરણ સુધી જ વિદ્યાર્થીનીઓને ભણાવી શકાય છે.. તે પછીના શિક્ષણ પર રોક લગાવી દેવાઇ છે.. 


5. અમેરિકા પાસેથી ફાઇટર જેટ ખરીદવાની શક્યતા

અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન 2 દિવસની ભારત મુલાકાતે છે.. તેઓ દિલ્લીમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને મળીને સંરક્ષણ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરશે..આ મુલાકાત દરમિયાન અમેરિકન ફાઇટર જેટ્સ અને ડ્રોન વિમાનોની નવી ટેકનોલોજી ખરીદવા બાબતે પણ ચર્ચા થશે..  


6. પાકિસ્તાનના ડેમોક્રેટ્સ  નેતાઓ 

ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇ છોડી જઇ રહેલા નેતાઓએ એકત્ર થઇને નવી પાર્ટી રચવાનું એલાન કર્યું છે..ઇમરાન ખાનના નજીકના ગણાતા નેતા મુરાદ રાસની અધ્યક્ષતામાં ડેમોક્રેટ્સ નામના પક્ષની સ્થાપના થઇ છે.. જેમાં ઇમરાન ખાનના પક્ષના વરિષ્ઠ નેતાઓ છે.. પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ પાર્ટી છોડીને નેતાઓના ગયા બાદ ઇમરાન ખાને એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં  તેણે નેતાઓ તકવાદી હોવાનું નિવેદન આપ્યું હતું.. પાકિસ્તાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય સંઘર્ષ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે.. 


7. પુષ્પ કમલ દહલ પર ભડક્યા વિપક્ષી નેતાઓ

ભારત પ્રવાસ કરીને પરત ફરેલા નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે નેપાળમાં નિવેદન આપ્યું હતું કે ભારતની યાત્રા ફાયદાકારક રહી છે, પરંતુ નેપાળમાં વિપક્ષોએ તેમના આ નિવેદનનો આલોચના કરી હતી અને નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદનો ઉકેલ ન લાવવાની ફરિયાદ કરી હતી આ ઉપરાંત ભારતની નવી સંસદ ભવનમાં મૂકેલા ભારતના  નકશામાં નેપાળના ભાગો ને ભારતમાં દર્શાવવા બદલ પણ નેપાળના વિપક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો છે.


8. 'પીએમ મોદી પાછળ જોઇને ગાડી ચલાવે છે'

રાહુલ ગાંધીએ તેમની યુએસ મુલાકાતના છઠ્ઠા દિવસે ન્યુયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધન કરતા સમયે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.. રાહુલે નિવેદન આપ્યું હતું કે પીએમ મોદી દેશને આગળ લઇ જવાને બદલે પાછળ ધકેલી રહ્યા છે.. દેશમાં બે વિચારધારા વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેની એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ નાથુરામ ગોડસે છે. કોંગ્રેસની સરકારમાં રોડ અકસ્માત થયો ત્યારે તેણે ક્યારેય એવું નથી કહ્યું કે અંગ્રેજોની ભૂલને કારણે આ અકસ્માત થયો છે. કોંગ્રેસના રેલવેમંત્રીએ દુર્ઘટનાની જવાબદારી લેતાં હોદ્દા પરથી રાજીનામું પણ આપી દીધું હતું.


9. રશિયાએ યુક્રેનના 250 સૈનિકોને ઠાર માર્યા

રશિયાએ ડોનેત્સ્ક વિસ્તારમાં યુક્રેનના મોટા હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. રશિયન સૈન્યએ કહ્યું કે તેઓએ 250 યુક્રેનિયન સૈનિકોને ઠાર માર્યા છે  અને 16 ટેન્ક અને ઘણા સૈન્ય વાહનોનો નાશ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તરફથી જો કે આ અંગે કોઇ પ્રતિક્રિયા નથી.. બીજી બાજુ યુક્રેનિયન સૈનિકોને અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં બનેલા હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે...


10. ઓપરેશન બ્લુસ્ટારને યાદ કરવા અમેરિકામાં ખાલિસ્તાનીઓની સભા 

આવતીકાલે ઓપરેશન બ્લુસ્ટારને 39 વર્ષ પૂરા થઇ રહ્યા છે.. જેને લીધે વિદેશમાં ખાલિસ્તાની હિલચાલ વધી રહી છે..  અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા એક મોટી સભા બોલાવવામાં આવી હતી.. જ્યાં હજારો શીખ પરિવારો અને ખાલિસ્તાની સમર્થકો ભેગા થયા હતા.. ે જેમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં  આવ્યો..  વિદેશની સાથે સાથે ભારતમાં પણ ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠને લઇને કોઇ પંજાબ  અને તેની આસપાસના વિસ્તારોમાં તણાવની સ્થિતિ ન સર્જાય  તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.