Loksabhaની સાથે સાથે Gujaratમાં યોજાઈ શકે છે પેટાચૂંટણી, એક નહીં પરંતુ ત્રણ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું, આવી અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ!


  • Published By :
  • Published Date : 2024-01-12 10:11:40

થોડા મહિનાઓ બાદ લોકસભાની ચૂંટણી આવી છે, ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી આવે તે પહેલા જોડ-તોડની, પક્ષપલ્ટાની રાજનીતિ પણ શરૂ થઇ છે. રાજ્યમાં એક પછી એક વિપક્ષમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. વધુ બેથી ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. લોકસભાની સાથે સાથે ગુજરાતની જનતાને પેટા - ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

ગુજરાતની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થશે, તંત્ર તૈયાર | gujarat election  will be announced anytime now


પાંચ બેઠકો માટે યોજાઈ શકે છે પેટા ચૂંટણી 

ગુજરાતની કઈ સીટો પર પેટાચૂંટણી થઇ શકે છે તેની વાત કરીયે તો રાજ્યમાં જે પ્રકારે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, ધારાસભ્યોના રાજીનામાની વાતો થઈ રહી છે તે જોતા લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓછામાં ઓછી 5 સીટ પર પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ખંભાત, વિસાવદર, વાઘોડિયા અને હવે બાયડ સીટ પર પેટા ચૂંટણી  યોજાવાની શક્યતા છે. ખંભાત સીટ ચિરાગ પટેલ, વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણી રાજીનામું આપી ચુક્યા છે, જ્યારે હવે વાઘોડિયા સીટ પરથી ધર્મેન્દ્ર સિંહ તથા બાયડ વિધાનસભા સીટ પરથી ધવલ સિંહ ઝાલાના રાજીનામાની ચર્ચાના કારણે આ બંને સીટ પર પણ પેટા ચૂંટણીના એઁધાણ વર્તાઈ રહ્યા છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

અપક્ષના ધારાસભ્યોમાંથી એક વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા. હવે અન્ય એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.


બાયડના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

મળતી જાણકારી મુજબ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તેથી તેઓ અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ બાયડ સીટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.  


માવજી દેસાઈ આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

તો બીજી તરફ બનાસકાંઠાની ધાનેરા સીટ પરથી અપક્ષમાંથી જીતેલા માવજી દેસાઈ પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જો માવજી દેસાઈ રાજીનામુ આપે તો ધાનેરામાં પેટ ચૂંટણી તેઓ ભાજપમાંથી લડશે તેવી વાતો પણ થઇ રહી છે. 

  


લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આવી રહ્યો છે ભૂકંપ

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા હતા ત્યારે હવે અપક્ષ ઉભેલા ધારાસભ્યોની વારી છે. કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે વધુ ત્રણ જેટલા ધારાસભ્યો પણ જવું જવું કરી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં આ જોડ-તોડની રાજનીતિ ક્યાં જઈને અટકે છે. આ વાંચ્યા પછી તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવ્યો. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.