Loksabha ચૂંટણીની સાથે Gujaratની આ 5 વિધાનસભા બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી, સવાલ એ થાય આ બેઠક ભુલાઈ ગઈ કે ખરેખર નથી રાખવાની ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-16 17:31:46

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ગયું છે. 7 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે.પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 7મેના રોજ મતદાન થવાનું છે. ચોથી જૂનના રોજ ચૂંટણીનું પરિણામ આવશે. 


5 બેઠકો માટે આ તારીખે યોજાશે પેટાચૂંટણી 

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો અંગે તો જાહેરાત કરવામાં આવી ગઈ છે ઉપરાંત ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની 6 બેઠકો ખાલી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા પાંચ બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. વિસાવદરના નામનો ઉલ્લેખ ચૂંટણી પંચ દ્વારા નથી કરવામાં આવ્યો. તે સિવાય વાઘોડિયા, પોરબંદર પર તેમજ ખંભાત, વિજાપુર, માણાવદર પર પેટા ચૂંટણી 7 મેના રોજ હાથ ધરવામાં આવશે. વિસાવદર પેટા ચૂંટણી અંગે જાહેરાત નથી કરવામાં આવી.


વિસાવદર બેઠક માટે નથી કરાઈ પેટાચૂંટણીની તારીખ જાહેર 

એવું માનવામાં આવતું હતું કે 6 વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પેટાચૂંટણીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી પરંતુ તે જાહેરાતમાં માત્ર 5 વિધાનસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિસાવદર બેઠક અંગેની જાહેરાત કરવામાં નથી આવી. મહત્વનું છે કે વિસાવદરની બેઠક સૌથી પહેલા ખાલી થઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી સૌ પ્રથમ રાજીનામું આપ્યું હતું.  આ મામલે અપડેટ સામે આવી છે કે કોર્ટ કેસ ચાલુ હોવાને કારણે આ બેઠક માટે તારીખ જાહેર નથી કરવામાં આવી.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે