Alpesh Kathiriya, ધાર્મિક માલવિયા BJPમાં જોડાશે, આ મુદ્દે Gopal Italiaએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આટલી મજબૂરી કેમ છે ભાજપની કે...?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-26 17:41:35

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આવા ભરતી મેળાઓ રોજે જોવા મળે તો નવાઈ નહીં... ત્યારે આવતી કાલે આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા કેસરિયો ધારણ કરવાના છે... સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવાના છે.. ત્યારે આ મામલે જમાવટની ટીમે આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેમણે ભાજપ અને અલ્પેશ કથિરીયા વિશે વાત કરી હતી.    

અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા જાડાશે ભાજપમાં 

એક તરફ લોકસભા ચૂંટણી નજીક છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે... થોડા સમયની અંદર ભાજપમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યારે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ અચાનક રાજીનામું આપી દીધું. એ હતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. ત્યારે આપના નેતા ગોપાલ ઈટાલિયાની સાથે જમાવટની ટીમે વાત કરી હતી.  

        


ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

જે અલ્પેશ કથિરીયા પર દેશ દ્રોહનો આરોપ લગાવ્યો હતો તે જ અલ્પેશ કથિરીયાને લેવો પડે.. ક્યાં ગયા સિદ્ધાંતો? આ જ અલ્પેશ કથિરીયા ઉપર કોથળા ભરી ભરીને  ભાજપે આરોપ લગાવ્યા છે, કે આવા છે, તેવા છે.. સમાજ સાથે આમ કરી નાખ્યુંને તેમ કરી નાખ્યું.. હવે કેમ ભાજપને સારા લાગવા લાગ્યા છે? વાતચીત દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા...  



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.