અલ્પેશના માતાના ઘૂંટણની સારવાર આયુષ્યમાન કાર્ડથી કરી, રેવડી મુદ્દે BJPના કાનાણીનો પલટવાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-25 19:13:09

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરાછા બેઠક પર જામેલા જંગમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ AAP પર નામ લીધા વિના પ્રહાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કટાક્ષ કરતા AAPના ઉમેદવાર અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના રેવડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો ભાજપે શું કર્યું, ફ્રી મફતની વાત કરે છે તેમને કહી દઉં તમારા બાં (માતા)ના ઘૂંટણની સારવાર પણ ભાજપના આયુષ્યમાન કાર્ડથી થઈ છે.


વિકાસ , રેવડી મુદ્દે રાજકારણ !!

આ ચૂંટણીમાં AAP દ્વારા અલગ અલગ ગેરંટી આપવામાં આવી છે . મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આકર્ષિત કરવાનો પ્લાન બનાવ્યો છે. ત્યારે ભાજપે પણ પોતાના કાર્યોની ગણતરી આપી દીધી છે. કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડથી હજારો પરિવારને રાહત ભાજપ સરકારે આપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવાર સામે વાઈરલ થયેલા વીડિયોથી અત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.