ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નિકળેલી ભાજપની ગૌરવ યાત્રામાં પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. જેમ કે આજે છાપી ગામથી ગુજરાત ગૌરાવ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. તે બનાસકાંઠાના વિધાનસભા મત વિસ્તારને આવરી લેવા માટે સતત ભ્રમણ કરશે. જેમાં ભાજપના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. આ ગૌરવ યાત્રામાં જોડાવા માટે અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી પણ પહોંચી ગયા છે.
બનાસકાંઠાના છાપીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ
ચૂટણી પહેલા ભાજપના નેતાઓ ગુજરાત ગૌરવ યાત્રાના માધ્યમથી સરકારના વિકાસ કાર્યોનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના અર્ગણી નેતા અને જિલ્લા અધ્યક્ષ ગુમાન સિંહ ચૌહાણે કહ્યું હતું કે ભાજપ સરકારે સતત લોકોના હિતમાં કામ કર્યું છે. જનકલ્યાણ હેતુ નક્કર પોલીસી બનાવવાથી લઈ કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેવાનું કામ પણ ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મહિલા સશક્તિકરણ અને ગરીબ કલ્યાણના મુદ્દે પણ વિકાસ થવા જઈ રહ્યો છે. જેથી આ વિધાનસભા ચૂંટણીમાં પ્રજાને ભાજપ પર ભરોસો છે અને જંગી બહુમતીથી જીત મળવાની સાથે ભાજપ આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યો વેગવંતા બનાવે એવા એંધાણ પણ જણાઈ રહ્યા છે. જો કે ભાજપના આ ચૂંટણીલક્ષી ગૌરવ યાત્રાને બનાસકાંઠાના લોકો કેટલી આવકારી છે તે તો ચૂંટણી પરિણામ પછી જ જાણી શકાશે.






.jpg)








