AAP- Congress છોટાઉદેપુરમાં પણ એક, રાધિકા રાઠવાએ કહ્યું કે ભરૂચ-ભાવનગર આપ તો બાકીમાં કૉંગ્રેસ જીતાડીશું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 11:50:02

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે.  આજે ભરૂચ લોકસભા વિસ્તારમાં આ યાત્રાનો પ્રવેશ થવાનો છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે જેને કારણે રાહુલ ગાંધીની આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તો હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જ પણ સામેલ હોય છે ગઠબંધન થવાને કારણે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપ ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે ચૈતર વસાવા આજે યાત્રામાં સામેલ થઈ શકે છે. આ યાત્રામાં રાધિકા રાઠવા પણ જોવા મળ્યા હતા. 

આજે ભરૂચની સરહદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો થશે પ્રવેશ 

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શનિવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની આ યાત્રા ચાલી છે તો બીજી તરફ ગુજરાતની એક પણ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. છોટાઉદેપુર માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ભાજપ દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે જ્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચશે ત્યારે ચૈતર વસાવા પણ સામેલ થઈ શકે છે.


યાત્રામાં દેખાઈ રહ્યા છે આપના કાર્યકર્તાઓ, નેતાઓ

ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની છે. ગુજરાત માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા ઉમેદવારી નોંધાવી રહ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણા દાવેદારી નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને રાહુલ ગાંધીની આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ પણ દેખાયા હતા. ગુજરાતમાં જ્યારે આ યાત્રાનો પ્રવેશ થયો ત્યારે આપના ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું,     



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..