Ambaji મંદિર ફરી આવ્યું વિવાદમાં, અંબાજીના ગર્ભગૃહની અંદર પહોંચી મહિલા, VIP દર્શનને લઈ ઉઠ્યા સવાલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-25 15:34:37

અંબાજી મંદિર ફરી એક વાર વિવાદમાં ઘેરાયું છે. ફરી યાત્રાધામ અંબાજીમાં VIP દર્શનને લઇને વિવાદ થયો છે એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અંબાજી મંદિરના ગર્ભ ગૃહમાં જઈને એક અજાણી મહિલાએ દર્શન કરે છે અને આરતી કરે છે. વાત એવી થઈ હતી કે અજાણી યુવતીએ ડ્રેસ ઉપર સાડી પહેરીને દર્શન કર્યા હતા. પંજાબી ડ્રેસ પહેરેલી યુવતી છેક ગર્ભગૃહ સુધી પહોંચી ગઈ. કોઈએ એનો વીડિયો ઉતારી લીધો અને અને પછી ચર્ચાનો વિષય બન્યો છે અને તેનો વીડિયો વિવાદનું ઘડ બન્યું છે.  

ડ્રેસ પર મહિલાએ સાડી પહેરીને કર્યા અંબાજી 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મહિલા કોણ છે તેની ખબર નથી. મહિલાને ત્યાં સુધી પહોંચાડવામાં અધિકારીઓ અને ટ્રસ્ટીઓનો જુગાડ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં VIP દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો. જોકે આ ઘટનામાં વિચારવા જેવું એ છે કે આવી રીતે ડ્રેસ પર સાડી પહેરાવીને દર્શન કરાવવાનો શું આશય હોઈ શકે? મોટા મોટા રાજનેતાઓ પણ બહારથી દર્શન કરતા હોય છે. રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ સહિતના અનેક નેતાઓ બહારથી માતાના દર્શન કરે છે. 



રાજનેતાઓના પણ પત્ની પણ બહારથી કરે છે માના દર્શન 

રાજ્યપાલ, CMના ધર્મપત્નીએ પણ બહારથી દર્શન કર્યા હતા. ત્યારે કોણ છે આ મહિલા જેને જુગાડ કરીને ગર્ભ ગૃહમાં પ્રવેશ કર્યો તેની ચર્ચાઓ થઈ રહી છે. તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઘટનાને વખોડવામાં આવી રહી છે. અગાઉ પણ અંબાજી મંદિરના પાછળના ભાગેથી VIP ભક્તોને એન્ટ્રી અપાતી હતી. જેમાં મંદિરના ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરતા હતા ત્યારે પણ આવો જ વિવાદ થયો હતો ત્યારે આ મહિલા કોણ છે ક્યાંથી આવી અને ગર્ભગુહ સુધી કઈ રીતે પહોંચી એ સવાલ છે!



સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.