Surat : દીકરાને Canada મોકલવા પિતાએ કર્યું દેવું, વિદેશ ગયા બાદ પુત્રએ તરછોડ્યા! માતા પિતા પુત્રના બદલાયેલા વર્તનને સહન ના કરી શક્યા અને....


  • Published By :
  • Published Date : 2024-05-09 14:10:59

વિદેશ જવાનો શોખ અનેક યુવાનોને હોય છે.. વિદેશ જઈ સેટલ થવાના સપના, પોતાનું કરિયર બનાવવાના સપના અનેક યુવાનોને હોય છે.. અનેક એવા પરિવારોના ઉદાહરણો આપણી સામે છે જે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં પોતાના સંતાનને વિદેશ મોકલે છે માત્ર તેમના સપનાને પૂર્ણ કરવા માટે.. સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...     


સંતાનના સપના પૂરા કરવા માટે માતા પિતા કરતા હોય છે દેવું

આપણા શાસ્ત્રોમાં માતા પિતાને ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપવાની વાત કહેવામાં આવી છે... આપણે ત્યાં કહેવાય છે કે માતા પિતાને ખુશ રાખીએ તો ઈશ્વર પણ ખુશ થઈ જાય છે... સંતાનના સપના પૂરા કરવા પાછળ માતા પિતા કોઈ પણ હદને વટાવી શકે છે.. મોટામાં મોટું જોખમ પણ તે ઉઠાવી લેતા હોય છે માત્ર એટલા માટે કારણ કે તેમના સંતાન ખુશ રહે... અનેક એવા પરિવારો છે જેમણે દેવું કરીને પોતાના સંતાનને વિદેશ મોકલ્યા હોય છે.. એવી આશા હોય છે કે તે દેવું ચૂક્તે કરવામાં મદદ કરશે.. 



દીકરાનું દેવું ચૂકવવા માટે ચુનીભાઈએ....  

સુરતના સરથાણાથી એક ઘટના સામે આવી જેમાં  પોતાના સંતાન પિયુષને કેનેડા મોકલવા માટે ચુનીભાઇ ગેડિયા નામના વૃદ્ધે લાખો રૂપિયા ભેગા કર્યા....પિયુષની ઉપર થઈ ગયેલા દેવાને ચૂકવવા માટે પોતાની પાસે રહેલાના દાગીના તેમજ કેશ આપ્યા પરંતુ પિયુષને મદદ કરવા માટે સગાસંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા હતા. વૃદ્ધ દંપતીને લાગતું હતું કે દીકરો કેનેડા જશે અને કમાઈને આ દેવું ચૂકવશે. 



માતા પિતાને મળવા ના આવ્યો પિયુષ 

પૈસા ચૂકવવાની તો દૂરની વાત રહી પરંતુ પિયુષ તો ત્યાં જઈને માતા પિતાને જ ભૂલી ગયો.. સ્યુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે થોડા સમય પહેલા પિયુષ તેની પત્ની પાયલ અને દીકરો ક્રિશ સુરત આવ્યા હતા ત્યારે પણ માતા-પિતાને મળવા તે ના આવ્યા.. જે દીકરા માટે માતા પિતાએ પોતાનું સર્વસ્ય ન્યોછાવર કરી દીધું તે દીકરો જ્યારે મોઢું ફેરવી લે ત્યારે તે વાલીઓની શું દશા થતી હશે?



માતા પિતાએ આત્મહત્યા કરી પસંદ!

સ્યુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમની પાસેથી તેમણે પૈસા લીધા હતા તેઓ કોઈએ પણ ક્યારેય ઉઘરાણી નથી કરી.. પુત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને તે સહન ના કરી શક્યા... અને અંતે આ પ્રકારનું પગલું તેમણે ભર્યું. મોતને વ્હાલું કરવાનું તેમણે પસંદ કર્યું.. 


માતા પિતાને આશા હોય છે કે... 

સંતાનોને માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો માનવામાં આવે છે... માતા પિતા જ્યારે ઘરડા થશે ત્યારે તે તેમની સંભાળ લેશે તેવા સપના તે જોતા હોય છે... આખી જીંદગી બાળકો પાછળ માતા પિતા ખર્ચી નાખે છે અને અંતે તેમને સાંભળવું પડે છે કે તમે અમારા માટે કર્યું શું છે? આપણે પરિવારમાં માનનારા લોકો છે.. પરિવારથી હૂંફ મળે છે અને એટલા માટે જ લોકો એકસાથે રહેવાનું પસંદ કરે છે.. પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ અનેક થાય છે... 



માત્ર સ્મૃતિઓમાં રહે તે પહેલા તેની...  

વૃદ્ધાશ્રમમાં રહેતા માતા પિતાઓ સાથે પણ મુખ્યત્વે આવી જ કંઈક ઘટનાઓ બની હોય છે... કહેવાની વાત એટલી જ કે જ્યાં સુધી માતા પિતા જીવે છે ત્યાં સુધી સમય પસાર કરી લો કારણ કે જ્યારે તે નહીં હોય ત્યારે આપણને જ તેમની સૌથી વધારે યાદ આવશે...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.