Gujarat : ક્યાં કેટલા ટકા થયું મતદાન Election Commissionએ આપી માહિતી, Navsari, Gandhinagar કરતા Bharuch, Valsadમાં વધારે થયું મતદાન..!


  • Published By :
  • Published Date : 2024-05-09 12:35:14

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે... જે આંકડા સામે આવ્યા છે તે મુજબ સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે... 60 ટકાથી વધારે મતદાન જ્યાં થયું છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી અને વલસાડ..

આ જગ્યાઓ પર આટલા ટકા થયું મતદાન

સામે આવેલા આંકડા અનુસાર કચ્છમાં 56.14 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 69.92 ટકા, પાટણમાં 58.56 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 59.86 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 63.56 ટકા મતદાન, ગાંધીનગરમાં 59.80 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં54.72 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 55.45 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 55.09 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 51.83 ટકા મતદાન થયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 57.67 ટકા મતદાન, જૂનાગઢમાં 58.91 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 50.29 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 53.92 ટકા મતદાન થયું છે. આણંદમાં 65.04 ટકા મતદાન થયું છે. ખેડામાં 58.12 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 58.85 ટકા મતદાન થયું છે. દાહોદમાં 59.31 ટકા મતદાન થયું છે. વડોદરામાં 61.59 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 69.15 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 59.66 ટકા મતદાન થયું છે. વલસાડમાં 72.71 ટકા મતદાન થયું છે...    



મતદાન ઓછું થવા પાછળના કારણો? 

આ વખતે મતદાન ઓછું થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.. સૌથી પહેલું કારણ છે ગરમી.. મતદાનના દિવસે તાપમાનનો પારો ઘણો ઉંચો હતો.. તે સિવાય પાર્ટીના કાર્યકરો નિષ્ક્રીય દેખાયા હતા.. ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે દેખાયો હતો આ વખતે.. ઉમેદવારોની પસંદગીને લઈ કાર્યકરોમાં નારાજગી હતી જેને કારણે તેમનામાં ઉત્સાહ દેખાયો ના હતો.. 


પક્ષપલટાથી મતદાતા પરેશાન થઈ ગયા છે?  

તે સિવાય જે માહોલ આની પહેલાની ચૂંટણીઓમાં દેખાયો હતો તેવો માહોલ આ વખતની ચૂંટણીમાં ના દેખાયો.. ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે પણ મતદાન ઓછું થઈ શક્યું હોવાનું એક કારણ હોઈ શકે છે. નેતાઓ દ્વારા કરવામાં આવતો પક્ષપલટાએ પણ મતદાતાના માનસ પર અસર પાડી હોઈ શકે છે. તે સિવાય આ વખતે નબળો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો.. .જેવી સભાઓ પહેલા સંબોધવામાં આવતી તેવી આ વખતે જોવા મળી ના હતી..ઉલ્લેખનિય છે કે જેટલા મત પડ્યા છે તે કોને ફાયદો કરાવશે તે તો ચોથી જૂનને જ ખબર પડશે...   



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.