Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ મતદાન બાદ આપી પ્રતિક્રિયા, ભાજપને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-09 12:29:41

રાજકોટ લોકસભા બેઠક આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી.. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આ બેઠકની ચર્ચા થઈ ઉપરાંત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવતી ટ્વિટ તેમજ કવિતાઓ ચર્ચામાં રહી. મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે. પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માફી માગી છે જ્યારે પરેશ ધાનાણીએ જીતના દાવા વ્યક્ત કર્યા છે...  

પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે... 25 બેઠકો માટે મતદાન થયું છે.. ઓવરઓલ 60.13 ટકા મતદાન થયું છે.. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અનેક એવી બેઠકો જ્યાં ધારાસભ્યો લડ્યા હતા ત્યાં સારા પ્રમાણમાં મતદાન થયું છે.. એ બનાસકાંઠા હોય, વલસાડ હોય કે ભરૂચ હોય... આ બેઠકો પર સારા પ્રમાણમાં મતદાન થયું છે.. આ બધા વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીની મતદાન પૂર્ણ થયા બાદની પ્રતિક્રિયા સામે આવી છે...  


ભાજપ પર કર્યા પ્રહાર!

ગઈ કાલે ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાનને લઈને ખાસ વાતચીત કરી જે દરમિયાન તેમણે કહ્યું કે  મને આ આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે. સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે  ભાજપ કામના નામે મત માગી શકતી નથી. ત્યારે તે વર્ગ વિગ્રહની આડે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. અંતે જ્યારે પરિણામ આવશે, ત્યારે સામે આવશે કે રાજકોટના 2 હજાર બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. 



રાજકોટ લોકસભા બેઠક રહી હતી ચર્ચામાં!

વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાજકોટ અને ગુજરાતના નાગરિકોએ સમજી-વિચારીને મતદાન કર્યું છે. તેથી પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના સ્વાભિમાનનો વિજય થશે અને ભાજપનો અહંકાર હારશે. મહત્વનું છે કે દરેક રાજકીય પક્ષના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે કોની જીત થાય છે અને કયા ઉમેદવારને હારનો સામનો કરવો પડે છે. પરિણામ ચોથી તારીખે આવવાનું છે..   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.