અંબાજીમાં શ્રધ્ધાળુંઓને રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક આપવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-03-08 21:22:59

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાના કારણે માઈ ભક્તોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે હવે સરકાર દ્વારા રૂપિયાથી વેચવામાં આવતા ચીકીના પ્રસાદ સામે લોકભાગીદારીથી મોહનથાળનો પ્રસાદ નિઃશુલ્ક વહેંચવાની જાહેરાત સમસ્ત બ્રહ્મ સમાજે કરી છે. આજે ધૂળેટીના પવિત્ર તહેવારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા આજથી અંબાજીની અંદર દરરોજ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે અંબાજી મંદિરમાં છેલ્લા 500 વર્ષ કરતાં વધુ સમયથી માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. 


નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ 


બ્રહ્મસમાજ અને ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિકો તથા સર્વસમાજના દાતાઓના સહકારથી અંબાજી મંદિરના ચાચરચોકમાં દરરોજ 200 કિલો નિઃશુલ્ક દર્શનાર્થીઓને આપવાનો નિણર્ય કર્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ્યાં સુધી મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે. બ્રહ્મસમાજ આજથી અંબાજીમાં નિઃશુલ્ક ચોખ્ખા ઘી પ્રસાદ વિતરણ કરશે. આ અંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી હેમાંગ રાવલે જાણકારી આપી હતી. સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે સમાંતર નિશુલ્ક મોહનથાળ ચોખ્ખા ઘીના મોહનથાળ પ્રસાદની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આ મોહનથાળ પ્રસાદ શુદ્ધ ઘીમાં અને પવિત્ર વાતાવરણમાં બનાવીને આરાસુરી મા અંબેને સેંકડો ભક્તજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે ધરાવીને ભક્તજનોને નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે