નવરાત્રી દરમિયાન કેવો રહેશે વરસાદી માહોલ?, અંબાલાલ પટેલે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-08-15 15:29:56

રાજ્યમાં હાલ તો મેઘરાજાએ પોરો ખાધો છે ત્યારે ખેડૂતોથી લઈને સામાન્ય માણસના મનમાં આગામી દિવસોમાં વરસાદી મહોલ કેવો રહેશે તેને લઈને જીજ્ઞાસા જોવા મળી રહી છે. જો કે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના  જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.


મઘા નક્ષત્રનો વરસાદ ચણાના પાક માટે સારો 


અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા દુર કરતા તેમને વરાપ થતાં વાવણી શરૂ કરી દેવાની સલાહ પણ આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે 17થી 30 ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને પહેલાના જમાનામાં મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરવામાં આવતું હતું. મઘા નક્ષત્રમાં થયેલ વરસાદથી ચણાનો પાક સારો થતો હોય છે. હાલની ચોમાસાની સીઝનમાં રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે