વાવાઝોડાના કારણે વાવઝોડા પર અસર, ચક્રવાત ખતરનાક બનશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-06 17:13:14

ગુજરાતમાં સંભવિત ચક્રવાતને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. દક્ષિણ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે તે ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે અંગેની સંભાવનાઓ અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. 


દરિયામાં 60થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે


અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર કેરળમાં પહોંચનારા ચોમાસા પર પણ પડી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ અનુસાર આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ લઈ શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે. દરિયામાં 60થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે. વાવાઝોડાની અસરથી દરિયામાં ઉંચા મોજા ઉછળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. દરિયાના એક હજાર માઈલના અંતરમાં તેની અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું પડી શકે છે. 


હવામાન વિભાગની આગાહી શું છે?


ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ગરમીના પ્રકોપ વચ્ચે આગામી 9 અને 10 જૂનના રોજ રાજ્યમાં વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં 15-16 જૂને વરસાદની શક્યતા


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ મોડું 10-11 જૂનથી ભારતમાં અને ગુજરાતમાં 15-16 જૂને આવે તેવી શક્યતા છે. હાલ અરબ સાગરમાં આવનારા વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું થયું છે. લક્ષદીપમાં વાવાઝોડું આવવાની શક્યતાથી વાદળનો સમૂહ લો પ્રેશર તરફ ખસી જતા ચોમાસુ મોડું થશે. દક્ષિણ ગોળાર્ધમાંથી હવાના ભારે દબાણને લીધે આવતું વરસાદી વહન વિષુવૃત આવતા ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન વિષુવૃત ઉપર હોવી જોઈએ. વિષુવૃત ઉપર સાનુકૂળ હવામાન બાને અને મોસમી પવન ઉદભવે અને આ પવનો ભારતમાં આવતા મેડાગાસ્કર ટાપુ ઉપર થઈને દક્ષિણ પશ્ચિમ કેરલ તરફ વહેવા લાગે ત્યારે ખરું ચોમાસુ કહેવાય. પરંતુ આ વર્ષે આ સિસ્ટમ સાનુકૂળ નથી બની જેના કારણે ચોમાસુ વિલંબ બન્યું. જો કે 5-6-7 જૂને કેરળમાં કેરળમાં વરસાદ થઇ શકે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સારી થતા વરસાદ આવી શકે છે એટલે ચોમાસુ એક અઠવાડિયા જેટલું મોડું પડી શકે છે. ગુજરાતમાં વિધિવત ચોમાસુ 22-23-34 થી 8 જુલાઈમાં આવી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે