Ambalal Patelએ માવઠાને લઈ કરી આગાહી, જાણો કઈ તારીખ દરમિયાન આવશે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2023-12-08 10:58:27

ગુજરાતમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. એવું લાગતું હતું કે હવે માવઠું નહીં આવે પરંતુ ફરી એક વખત જગતના તાતની ચિંતા વધે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસમાં તાપમાનમાં તો ઘટાડો નોંધાશે પરંતુ કમોસમી વરસાદના મારને સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ફરી એક વાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. કરા સાથે વરસાદ આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

એક સાથે ત્રણ ઋતુનો થતો હતો અહેસાસ!

પહેલા એક સમય હતો જ્યારે બહુ ઓછા ચક્રવાતો આવતા હતા પરંતુ હવે તો અવાર-નવાર સિસ્ટમ સક્રિય થાય છે જેને કારણે વાતાવરણ પર ગંભીર અસર પડે છે. થોડા દિવસો પહેલા ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. ગમે ત્યારે વરસાદ આવતો, ગમે ત્યારે ઠંડીના ચમકારાનો અનુભવ થતો તેમજ ગરમી પણ જોવા મળતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઋતુચક્ર પર પડી રહી છે. શિયાળામાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હજી પણ માવઠાનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 


આ તારીખો દરમિયાન આવી શકે છે કમોસમી વરસાદ!

કમોસમી વરસાદ અંગેની આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે જેની અસર ગુજરાતના વાતવારણ પર પડશે. અરબ સાગરમાં તેમજ બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે ગુજરાતમાં 13 અને 14  ડિસેમ્‍બરે માવઠુ પડવાની શકયતા છે. તાપમાનનો પારો પણ ગગડી શકે છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે થોડા દિવસોથી રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.