વરસાદના ચોથા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહયું


  • Published By :
  • Published Date : 2023-08-16 15:03:40

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. છુટાછવાયા ઝાપટાં સિવાય રાજ્યમાં ભારે વરસાદના કોઈ સમાચાર નથી. જો કે રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ હજુ બાકી જ છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શુભારંભ થશે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.


વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે


અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. 17થી 19 ઓગસ્ટ અને 21થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. તો 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેઓએ જણાવ્યું છે કે, 21 ઓગસ્ટ બાદ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે. વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થશે. ગ્રહોની સ્થિતી બદલાતા આગામી 72 કલાકમાં ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદ પડશે.


મઘા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને લાભ


અંબાલાલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 30 અને 31 ઓગસ્ટે મઘ નક્ષત્રમાં સારો વરસાદ થશે. મઘા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને લાભ થશે. 16 ઓગસ્ટના અગસ્ત્યના તારાનો ઉદય થતો હોવાથી વરસાદ હવે હેલી બંધ ન થાય, પરંતુ અલગ-અલગ ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. જ્યારે વરસાદ ગયો નથી. અગસ્ત્યના ઉદય બાદ નદી સરોવર નિર્મળ થતા હોય છે. તેના ઉદય પછીનું પાણી સારું ગણાતું હોય છે.


સિઝનનો 80.69 ટકા વરસાદ


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે