અંબાલાલ પટેલની આગાહી 'હજુ માવઠાથી નહીં મળે છુટકારો કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર'


  • Published By :
  • Published Date : 2023-11-29 14:12:21

રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોની દશા કફોડી બની છે, ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો છે. સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ અને કરા વર્ષા થતાં ખેડૂતોની પાક લણવાની આશા ઠગારી નિવડી છે. હવે આ પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનામાં હવામાનની શું સ્થિતી રહેશે તે અંગે આગાહી કરી છે. 


હજુ માવઠાનું સંકટ યથાવત


હવમાનશાસ્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. તેમણે કહ્યું કે હજુ માવઠાથી છુટકારો નહીં થાય. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવા છે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.


બંગાળની ખાડીમાં ચક્રવાત 

અંબાલાલ પટેલે વધુ એક ચક્રવાતની આગાહી કરતા જણાવ્યું હતું  કે 2થી 4 ડિસેમ્બરના દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાત 8 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે. આ ચક્રવાતના કારણે દક્ષિણ-પૂર્વીય ભાગોમાં માવઠું થશે. ભેજવાળા પવનો પશ્ચિમી પવનો સાથે મર્જ થતાં વાદળછાયું વાતાવરમ અને કમોસમી વરસાદ થશે. ભારે પવન અને કરા વરસાદ પણ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.