Ambani Parivar પહોંચ્યો Dhirubhai Ambaniની જન્મભૂમિ ચોરવાડ, અનંતે કહ્યું- 'આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ..'


  • Published By :
  • Published Date : 2024-03-13 13:39:03

જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં સામેલ થવા દેશ વિદેશથી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન સહિતના લોકો આવ્યા હતા. જામનગર ખાતે આયોજીત કરવામાં આવેલો કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ બીજા અનેક સ્થળો પર અંબાણી પરિવાર જઈ રહ્યો છે. ગઈકાલે અંબાણી પરિવાર ચોરવાડ પહોંચ્યો હતો. ચોરવાડ એટલે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ. ચોરવાડ પહોંચી અનંત અંબાણીએ જે વાત કરી તે ઈમોશનલ કરી દે તેવી છે...

અનંત અંબાણીએ કર્યા દાદા ધીરૂભાઈ અંબાણીને યાદ

અંબાણી પરિવાર ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ગઈ કાલે પહોંચ્યો હતો. અનંત અને રાધિકા તેમના દાદી કોકીલાબેન સાથે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અંબાણી, રાધિકા અને કોકીલાબેન અંબાણી ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના દર્શન માટે પણ ગયા હતા અને બાદમાં રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનંત અંબાણીએ દાદાને યાદ કરતાં કહ્યું કે આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. 


અહીંથી 10 ધીરૂભાઈ ઉભા થવા જોઈએ - અનંત અંબાણી

વધુમાં તેમણે કહ્યું કે હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. 



અંબાણી પરિવારના કાર્યક્રમમાં દેખાઈ આવે છે ગુજરાતીપણુ 

અંબાણી પરિવાર ભલે દુનિયાના ધનિક પરિવારમાંથી એક હોય પણ જ્યારે પણ એમના ઘરે પ્રસંગ હોય ત્યારે એ લોકો બધાને એવું ફીલ કરાવે છે કે એ ગ્રાસ રૂટ સાથે જોડાયેલા છે એ પછી જામનગરમાં સમૂહ ભોજન રાખવાનું હોય 51000 લોકોને જમાડવાની વાત હોય કે પછી રિલાયન્સના ઍમ્પલોય માટે ફંક્શન રાખવાની વાત હોય એ બધા દરેક કાર્યક્રમ દરમિયાન એવું કહેતા દેખાયા છે કે અમે જે પણ છીએ એ તમારા કારણે છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે