Jamnagarમાં ફરી Ambani Parivarની જોવા મળી જાહોજલાલી, આ પરિવાર માટે Anant-Radhikaના Pre Weddingનું કરાયું આયોજન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-03-08 14:06:36

જામનગરમાં થોડા દિવસો પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીવેડિંગમાં દેશ વિદેશની મોટી હસ્તીઓ આવી હતી. આખું બોલિવુડ જાણે જામનગરમાં આવ્યું હોય તેવું લાગ્યું ત્યારે ફરી એક ફંક્શન જામનગરમાં આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં મોટી હસ્તીઓ નહીં પરંતુ રિલાયન્સ પરિવાર હતો. આખો અંબાણી પરિવાર જામનગર આવ્યો હતો અને Reliance ટાઉનશિપ પહોંચ્યો હતો. અંબાણી પરિવારે અહીં તેમના દરેકે દરેક કર્મચારી અને આ કર્મચારીઓના પરિવાર સાથે ઉજવણી કરી હતી. મુકેશ અંબાણીએ ગુજરાતીમાં બધા કર્મચારીઓનો આભાર માન્યો હતો.

 

News18 Gujarati

News18 Gujarati

પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન કરાયું હતું પ્રી વેડિંગ ફન્કશનનું આયોજન! 

અંબાણી પરિવાર પોતાની રહેણીકરણી તેમજ લાઈફસ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવારને જોઈએ ત્યારે ગુજરાતીપણું તેમનામાં દેખાય છે, તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવતા પ્રસંગોમાં પણ સંસ્કાર દેખાય છે. થોડા સમય બાદ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થવાના છે. લગ્ન પહેલા જામનગરમાં પ્રી વેડિંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં સામેલ થવા માટે અનેક મોટી હસ્તીઓ ગુજરાત આવી હતી અને જામનગરની મહેમાન બની હતી. પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન અનેક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, સેલિબ્રેશનના જે વીડિયો સામે આવ્યા હતા તે જોઈને થાય કે પ્રી વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્નમાં કેટલી જાહોજલાલી હશે. 

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati

મુકેશ અંબાણીએ કહ્યું કે... 

જામનગર અંબાણી પરિવાર માટે કેમ ખાસ છે તેનું કારણ અંબાણી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. નીતા અંબાણી તેમજ અનંત અંબાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે જામનગર ખાતે ફરી એક વખત અંબાણી પરિવાર જામનગર પહોંચ્યો હતો અને ત્યાં ફરી એક વખત સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું Reliance ટાઉનશીપ ખાતે. નીતા અંબાણીએ આ આખા reliance  પરિવારને છોકરાવાળા તરફથી ગણાયા હતા અને મુકેશ અંબાણીએ ગુજરાતીમાં આ બધા કર્મચારીઓનો આભાર માન્યો હતો . કીધું હતું કે , તમે છો તો જામનગર છે . ઉપરાંત અનંત અંબાણીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામથી કરી હતી .       



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે