Ambarish Der થશે ભાજપના! કોંગ્રેસ પાર્ટીએ આટલા વર્ષો માટે કર્યા સસ્પેન્ડ તો પૂર્વ ધારાસભ્યએ Congress પાર્ટીમાંથી આપ્યું રાજીનામું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-04 15:22:05

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો હતો. ભાવનગર લોકસભા સીટ માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. આ બધા વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે, ન્યુઝ કન્ફર્મ જેવા જ છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમણે મુલાકાત કરી હતી અને એવી માહિતી સામે આવી હતી કે પ્રદેશ કોંગ્રેસે 6 વર્ષ માટે અંબરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે.

ભાવનગર સીટને લઈ ભાજપે લગાવ્યું આ ગણિત!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરતા હોય છે .ત્યારે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો કેસરિયો ધારણ કરી રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે ભાજપમાં જોડાઈ ગયા છે. ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે અને ત્યારે એવા સમાચાર સામે  આવી રહ્યા છે કે ભાવનગર લોકસભા સીટ માટે કોળિ સમાજના ચહેરાને ભાજપ મેદાનમાં ઉતારે અને રાજુલાની વિધાનસભા સીટ પર તેમને પેટા ચૂંટણી માટે ઉતારે.



કોંગ્રેસમાંથી અંબરીશ ડેરને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ 

આ અટકળો ચાલી રહી હતી ત્યારે સમાચાર સામે આવ્યા કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા અંબરીશ ડેર પહોંચ્યા હતા. અંબરીશ ડેર ગમે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો કરી શકે છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે અંબરીશ ડેરે રાજીનામું પણ આપી દીધું છે. મળતી માહિતી અનુસાર આવતી કાલે સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. 

Image

Image   

Image   



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..