AMCએ ચાની કીટલી પર અપાતા પેપર કપ પર મૂક્યો પ્રતિબંધ, આરોગ્ય માટે જોખમી હોવાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 10:04:48

રસ્તા પર કચરો થવાને કારણે તેમજ ડ્રેનેજ સિસ્ટમમાં નુકસાન પહોંચવાને કારણે AMCએ પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તંત્રનું કહેવું છે કે આ કપને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. આ નિર્ણયને કારણે ચાની કીટલી પર વપરાતા ડિસ્પોઝેબલ કપ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ચાની લારીઓ પર જો પેપર કપના ગ્લાસ મળશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રનું કહેવું છે.  20 જાન્યુઆરી બાદ આ નિયમનો કડકપણ પાલન કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હવે પેપર કપ બંધ : કિટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલાં કપમાં ચ્હા પીવી પડશે |  નવગુજરાત સમય

આ તારીખ બાદ હાથ ધરાશે કડક કાર્યવાહી 

પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. જેને લઈ સમય સમય પર અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે ગંદકી અને ડ્રેનેજ સિસ્ટમમાં તકલીફ પડવાને કારણે આ નિર્ણય લેવાયો છે તેનું એએમસીનું કહેવું છે. ચાની કિટલી ધરાવતા લોકોને ડિસ્પોઝેબલ કપ ન વાપરવા સમજાવવામાં આવ્યા છે. કપના વિક્રેતાઓને પણ સમજાવવામાં આવ્યા છે. પેપર કપનું વેચાણ બંધ કરવા તેમજ વપરાશ બંધ કરવા 20 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો 20 જાન્યુઆરી બાદ ડિસ્પોઝેબલ કપનો વપરાશ બંધ નહીં થાય તો સીલ મારવાની કામગીરી કરવામાં આવશે. રોજે અંદાજે 25 લાખ જેટલા કપ વેસ્ટમાંથી નિકળવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે   


પેપર કપ હાલ બંધ ન કરવા વેપારીઓએ કરી રજૂઆત  

સમજાવટ બાદ એએમસી દ્વારા ચાની કીટલી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે ડે. મ્યુનિ. કમિશ્નર, સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરએ અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. અનેક સ્થળો પરથી પેપર કપ જપ્ત પણ કર્યા હતા. 20 જાન્યુઆરી બાદ આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ઉપરાંત ચાની કિટલી વાળાને પણ આને કારણે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ નિર્ણયને તરત લાગુ ન કરવા માટે અનેક વેપારીઓએ રજૂઆત પણ કરી હતી.    

 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે