AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવા મુદ્દે કોંગ્રેસમાં ફરી બબાલ, કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભાનો કર્યો બહિષ્કાર


  • Published By :
  • Published Date : 2023-08-28 21:19:19

કોંગ્રેસ પાર્ટીમાં જુથબાજી અને અશિસ્ત મોટી સમસ્યા રહી છે, રાજ્યમાં કોંગ્રેસના નેતાઓની આંતરિક ખેંચતાણ કોઈનાથી છુપાયેલી બાબત નથી. અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનમાં કોંગ્રેસના માંડ 24 કોર્પોરેટરો છે, અને તેમાં પણ ખટરાગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે AMCમાં વિરોધ પક્ષના નેતાનું પદ મેળવવા માટે ટાંટિયા ખેંચ શરૂ થઈ ગઈ છે. AMCમાં વિરોધ પક્ષના નેતા બદલવાની માગ ફરી એકવાર ઉગ્ર બની છે. 


શહેજાદખાન પઠાણને બદલા માગ


વિપક્ષી નેતા બદલવા માટે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ અને અન્ય આગેવાનોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ જૂથના સભ્યોની માંગ છે કે મોવડી મંડળે એક વર્ષ બાદ વિપક્ષી નેતા બદલાશે તેવું વચન આપ્યું હતું, ત્યારે હવે ઝડપથી વચન પર અમલ કરીને AMCમાં વિપક્ષી નેતા બદલવામાં આવે. AMCમાં વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે સામાન્ય સભામાંથી કોંગ્રેસના સભ્યોના વૉકઆઉટને ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મળી ગેરશિસ્ત કરનારા આગેવાનો સામે પગલા લેવાની રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સામે અસંતોષ લાંબા સમયથી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ વિપક્ષ નેતા બદલવા માટેની માગણીને લઇ છેક દિલ્હી સુધી રજૂઆતો કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મૂકુલ વાસુનિકની નિમણુક થતા વિપક્ષના નેતા પણ બદલાશે તેવી આશા કોર્પોરેટરો રાખી રહ્યા છે.


કોણ છે રેસમાં?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના પદ માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં પણ બે જુથી પડી ગયા છે. વિપક્ષના નેતા પદ માટે હવે સિનિયર સભ્યો રોટેશનનો અમલ કરવા માગ કરી રહ્યા છે. વિપક્ષના નેતા પદ માટે ગોમતીપુરના ઈકબાલ શેખ, ચાંદખેડાના રાજશ્રી કેસરી સહિતના આગેવાનો રેસમાં છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે