AMCના સંચાલકોએ ફ્લાવર શો માટે મોડે મોડે શરૂ કર્યુ ઓનલાઇન ટિકિટ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-10 13:59:05

અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોને લઈ શહેરીજનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈવેન્ટ ગ્રાઉન્ટ અને ફ્લાવર ગાર્ડન ખાતે શરૂ થયેલો આ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ શોની દરરોજ 25 હજારથી પણ વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. જો કે ફ્લાવ્યર શોમાં ઉમટતી ભીડ ચિંતાનો વિષય બન્યો છે. મોટી સંખ્યામાં લોકો ટિકિટ ખરીદવા માટે ટિકિટબારી પર લાંબી લાઈનો લગાવે છે. ટિકિટ માટેની લાંબી કતારોના કારણે ફ્લાવર શોમાં અવ્યવસ્થા સર્જાય છે.  


ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા


ફ્વાવર શો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ માટે લાઈનો લગાવવની ન પડે તે માટે AMCએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરી છે. અમદાવાદ મનપા દ્વારા મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકિંગની મોડે મોડે સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા ઓનલાઇન ટિકિટ બુક કરાવી લાઈનમાં ઉભા રહેવાથી બચી શકશે. આ માટે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી www.sabarmatiriverfront.com તેમજ www.riverfrontparktickets.com પરથી તેઓ ટિકિટ મેળવી શકશે. તે ઉપરાંત ટિકિટ બારી ઉપર ક્યુઆર કોડ પણ મુકવામાં આવ્યા છે. જેને દ્વારા મોબાઈલમાં ક્યુઆર કોડ  અથવા કેમેરાથી સ્કેન કરી શકાશે. ક્યુઆર કોડ સ્કેન કરી અને જે લિંક આવે તે ઓપન કરી અને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ ટિકિટ પ્રાપ્ત કરવાની રહેશે.


કેટલો છે ટિકિટ ચાર્જ? 


અમદાવાદ ફલાવર શો માટે આવનારા મુલાકાતીઓ માટે ટિકિટ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. 12 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકીટનો દર ત્રીસ રુપિયા રાખવામા આવ્યો છે. આ ફ્લાવર સવારે 9 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફલાવર શોમાં આવતા લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. આ વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લે તેવી સંભાવના છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.