રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા AMCની નવી પોલિસીને મંજુરી, પશુપાલકોએ પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત


  • Published By :
  • Published Date : 2023-07-13 18:14:57

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, રખડતા ઢોરની અડફેટે આવવાથી લોકોના મોત થઈ રહ્યા હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂરી થઈ છે. ત્યારે બેઠકમાં રખડતા ઢોર અંગેની નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ‘માલિકીની જગ્યા હોય તો જ ઢોર રાખી શકાશે. ગુજરાત હાઇકોર્ટની ગાઈડલાઈન, ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવવામાં આવી છે.


નવી પોલિસીમાં શું જોગવાઈ કરાઈ?


(1) ઢોર માલિકોએ શહેરમાં ઢોર રાખવાની જગ્યા (2) ઢોર રાખવા લાયસન્સ/પરમીટ પ્રથા દાખલ કરવી (3)પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી (4)દંડ/ચાર્જમાં સૂચિત વધારો (5)ઢોર માલિક તથા ઢોર નોંધણી (6) RFID ચીપ અને ટેગ ફરજીયાતપણે લગાવવી (7)જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવી (8) ઢોર માલિકો દ્વારા નહીં છોડાવેલા પશુઓને શહેર બહાર પાંજરાપોળમાં મોકલવા (9)ઢોરને આજીવન નિભાવવામાં વન ટાઇમ નિભાવ ખર્ચ રૂપિયા 4000 ચૂકવવા (10) દુધાળા, ખેતીલાયક, અન્ય ઉપયોગી પશુઓને શહેર બહારના દુરના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવા (11)કેટલ પોન્ડ/ ટેમ્પરરી કેટલ શેડ બનાવવા (12)એનિમલ હોસ્ટેલ બનાવવી વગેરે..


ઢોર માલિકો સામે થશે દંડનિય કાર્યવાહી


અમદાવાદમાં ઢોર માલિકે વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેમણે પરમીટ લેવાની રહેશે. પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે. પરમીટ-લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે. ત્રણ વર્ષ માટેના લાયસન્સની ફી 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પરમીટની ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુમાલિકની જ રહેશે. રખડતા પશુને કારણે નુકસાન થાય તો નુકસાની દાવાની કાર્યવાહી કરી શકાશે. પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી દેવી પડશે. જો એક જ ઢોર ત્રણ વખત પકડાય તો બમણો દંડ ફટકારવામાં આવશે. જો ઢોર ત્રણ વખતથી વધુ વખત પકડાશે તો ઢોર પાછું નહીં મળે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરમાં હાલ 21 ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં રખડતા ઢોર પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.