રખડતા ઢોર મુદ્દે AMCના બેદરકાર અધિકારીઓ સામે FIR નોંધાઈ, રેલો પગ નીચે આવતા તંત્ર જાગ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:36:02

અમદાવાદાના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની છે. હાઈકોર્ટના ઓર્ડર છતાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રખડતા ઢોર મુદ્દે તદ્દન નિષ્ફળ રહ્યું છે. જો કે હવે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ફરિયાદમાં રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


AMCના અધિકારીઓ શા માટે નોંધાઈ ફરિયાદ?


અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે અડફેટે લેતા 39 વર્ષીય ભાવિન પટેલ નામના યુવાનને અકસ્માત થયો હતો. બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજની સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં મૃતકના મોટા ભાઈએ જાહેર રસ્તા પર ગાયને છૂટી મુકનારા ગાયના માલિક અને તે સાથે જ રસ્તાઓ પર રખડતાં ઢોર પકડવા મામલે બેદરકારી દાખવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધ્યો ગુનો હતો. AMCના અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ મૃતક ભાવિન પટેલના પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. 


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ


અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર ભાવિન પટેલને હડફેટમાં લીધા હતા. અવની સ્ક્વેર પાસે ભેરૂનાથ ટી સ્ટોલ સામે બનેલી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે. ગાય અચાનક જ રસ્તો અને ડિવાઈડર ક્રોસ કરીને સામેના રસ્તે દોડી ગઈ હતી અને ભાવિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે