ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની ચૂંટણી વ્યવસ્થાની કરી પ્રશંસા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 13:29:04

હાલના સમયમાં તો અવારનવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને આડેહાથ લેતા રહે છે . પરંતુ હવે એક બાબતને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની પ્રશંસા કરી છે તે છે ભારતની ચૂંટણી પ્રણાલી . ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકામાં ચૂંટણી પ્રણાલીને લઇને મહત્વપૂર્ણ સુધારા કર્યા છે . આ માટેના એક્ઝિકયુટીવ ઓર્ડરમાં ભારતની ચૂંટણી પ્રણાલીનું  ઉદાહરણ આપ્યું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ સુધારા કર્યા છે, જેનો ઉદ્દેશ્ય મતદાન પ્રણાલીને વધુ પારદર્શી અને સુરક્ષિત બનાવવાનો છે. જેના હેઠળ આ મુખ્ય ફેરફારો લાગુ કરવામાં આવ્યા. 

Donald Trump - Wikipedia

૧. નાગરિકતાનો પુરાવો  ફરજિયાત: મતદાર નોંધણી અને મતદાન માટે હવે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ પગલું ગેરકાયદેસર મતદાનને રોકવા અને ચૂંટણીની અખંડિતતા જાળવવા માટે લેવાયું છે.

૨. મતપત્રોની ગણતરી માટે સમયમર્યાદા: ચૂંટણીના દિવસ સુધીમાં તમામ મતપત્રો એટલેકે બેલેટની ગણતરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા નવા નિયમો ઘડવામાં આવ્યા છે, જેથી પરિણામોમાં વિલંબ ન થાય.

૩. ફોરેન ડોનેશનસ એટલેકે , વિદેશથી આવતા પૈસા પર પ્રતિબંધ મુકવો જેનાથી અમેરિકન ચૂંટણીઓની અખંડિતતા જળવાયેલી  રહે . 

૪. અમેરિકાના રાજ્યોએ પોતાની મતદારયાદીની ચકાસણી ત્યાંની કેન્દ્ર એટલેકે , ફેડરલ ગવર્મેન્ટના ડિપાર્ટમન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયંસીને જમા કરાવવી પડશે . આપને કહી દયિકે , આ નવું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયંસી એ ઈલોન મસ્ક સાંભળે છે. તેનાથી ફેકવોટરને અલગ કાઢી શકાશે. 

૫. ઈલેક્શન આસીસ્ટન્સ કમિશનને તેમણે આદેશ આપ્યો છે , મતગણતરી દરમ્યાન બારકોડ અને ક્યુઆર કોડનો ઉપયોગ બંધ કરો .      

ટ્રમ્પે આ આદેશમાં ભારત અને બ્રાઝિલની ચૂંટણી વ્યવસ્થાને આદર્શ ગણાવી છે, જ્યાં મતદાર ઓળખ યાદી બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડાયેલી છે. તેમનું કહેવું છે કે અમેરિકા અગાઉ સ્વ-ચકાસણી પર આધારીત  હતું, જે પૂરતું સુરક્ષિત ન હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ લાંબા સમયથી અમેરિકાની ચૂંટણી વ્યવસ્થાને શંકાની દ્રષ્ટિએ જોતા રહ્યા છે . તેમનું માનવું છે કે , અમેરિકા પાયાના મતદારોને સુરક્ષા આપવામાં બીજા દેશો કરતા ખુબ પાછળ છે.  ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે , " આપણો દેશ એટલો બીમાર છે કે , આપણી ચૂંટણીઓ ઘણા અંશે ફેક છે . અમે તેમાં સુધારા કરીશું . મને ગર્વ છે કે આ એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હું સાઈન કરવા જઈ રહ્યો છુ."  ડોનાલ્ડ ટ્રમ્પના આ સુધારા ભવિષ્યમાં ૨૦૨૬ના મીડટર્મ અને ૨૦૨૮ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓને લઈને મહત્વના હશે .  વાત કરીએ , ભારતની તો ભારતની ચૂંટણી પ્રણાલીએ ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા છે . જેમ કે , આપણા ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષાન મતદારકાર્ડ પર ફોટો લઇને આવ્યા જેનાથી ફેક વોટિંગને દૂર કરી શકાય .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે