ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .
ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા કે જેમના જામીન ગઇકાલે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. આ જામીન અરજી એટલે , ફગાવવામાં આવી હતી કેમ કે , એમના જે જુના ગુના છે એ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા હતા. આ પછી ફરી એકવાર ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવા પડશે. આપને જણાવી દયિકે , ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતા વધારે સમયરથી જેલમાં બંધ છે. કેમ કે , નીચલી અદાલતોમાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતી હતી તો બીજી તરફ , ગુજરાત હાઇકોર્ટમાં તારીખ પડતી હતી. થોડાક સમય પેહલા રાજપીપળાની કોર્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે ૮ , ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે , પોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા. આ પછી MLA ચૈતર વસાવાએ પોલીસ જાપ્તામાંથી મુક્તિ માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી . પછી ગુજરાત હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી છે . પરંતુ આ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે શરતોને આધારે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપવામાં આવી છે . ૧) મીડિયા સામે કોઈ નિવેદન ના આપવું ૨) નર્મદા જિલ્લામાં પગ ના મુકવો.
હવે ગઇકાલે , રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવાના જામીન રદ કર્યા અને ચૈતર વસાવાએ પોતાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધી . તેનું કારણ એ છે કે , જે ATVT ( આપણો તાલુકો વાઈબ્રેન્ટ તાલુકાની ) સંકલન બેઠકમાં માથાકૂટ થઇ હતી તેને લઇને પોલીસે ચાર્જશીટ રજુ કરી છે. માટે હવે ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. માટે હવે આજે ચૈતર વસાવાના વકીલ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. પછી ગુજરાત હાઇકોર્ટ આ જામીન પર સુનાવણીની તારીખ નક્કી કરશે. હવે વાત કરીએ કે કેમ દેદિયાપાડાના MLA ચૈતર વસાવા જેલમાં છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.