થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.
પટના હાઇકોર્ટ દ્વારા કોંગ્રેસને ખુબ મોટો ફટકો મારવામાં આવ્યો છે. પટના હાઇકોર્ટે કોંગ્રેસને AIની મદદથી બનાવવામાં આવેલો પીએમ મોદી અને તેમની માતાનો વિડિઓ ડીલીટ કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલે સુનાવણી કરતાં આજે 17 સપ્ટેમ્બરે પટણા હાઈકોર્ટે કોંગ્રેસની ઝાટકણી કાઢતા મુખ્ય કાર્યકારી ન્યાયાધીશે સોશિયલ મીડિયા પરથી AI જનરેટેડ વીડિયો ડિલિટ કરવા આદેશ આપ્યો છે. અરજદાર વતી હાજર રહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો સંતોષ કુમાર, સંજય અગ્રવાલ અને પ્રવીણ કુમારે કોર્ટને વિનંતી કરી કે તેઓ સંબંધિત એજન્સીઓને તમામ પોર્ટલ પરથી આવી સામગ્રીના પ્રસારને તાત્કાલિક રોકવા અને એને દૂર કરવા માટે કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપે. અરજદારના વકીલ સંતોષ કુમારે દલીલ કરી હતી કે વડાપ્રધાન અને તેમની માતાને લક્ષ્ય બનાવીને બનાવટી અને અપમાનજનક ટિપ્પણીઓ આયોજનબદ્ધ રીતે ઓનલાઈન ફેલાવવામાં આવી રહી છે.
આ અંગે ગંભીરતાથી વિચાર કરીને પટના હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માગ્યો છે અને વીડિયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ, બિહાર કોંગ્રેસે આ વીડિયોને એના X એકાઉન્ટમાંથી હટાવી દીધો છે. હવે જાણીએ કે કોંગ્રેસનો આ AI વિડિઓ શું હતો? કોંગ્રેસે સોશિયલ મીડિયા X પર એક વીડિયો રજૂ કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી સપનામાં પોતાની દિવંગત માતાને જુએ છે, તેમના માતા બિહારમાં પીએમ મોદીની રાજનીતિની ટીકા કરતાં સલાહ આપતા જોવા મળે છે. વીડિયો વાઈરલ થતાં ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપે તેને શરમજનક ગણાવ્યું હતું. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા આપી હતી કે, વીડિયોમાં વડાપ્રધાન કે તેમની માતા પ્રત્યે કોઈ અનાદર કે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી નથી. કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે, તેમાં શું આપત્તિ છે? વીડિયોમાં એક માતા પોતાના પુત્રને સાચો માર્ગ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમાં કોઈ અનાદર કે અપમાન નથી.
વાત કરીએ બિહારની આપને જણાવી દયિકે , કોંગ્રેસએ બિહારમાં થોડાક સમય પહેલા વોટર અધિકાર યાત્રા કાઢી હતી. કેમ કે , કોંગ્રેસનો દાવો છે કે , ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ થોડાક સમય પેહલા , જે SIR એટલેકે , સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રીવીઝનનો સર્વે કરાવડાવ્યો છે તેમાં મતદાર યાદીમાં ખુબ મોટાપાયે ધાંધલી થઇ છે. આમ બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ ડાઇરેક્ટ ફાઇટ થવા જઈ રહી છે . તો સામે પક્ષે NDA દ્વારા બિહારમાં ખુબ મોટા પાયે રેવડીઓ આપવામાં આવી રહી છે . આ મામલે બેઉ તરફ ઇન્ડી અલાયન્સ અને NDAમાં બેઠકોને લઇને કોકડું ગૂંચવાયેલું છે.