માવઠામાં થયેલા નુકસાન અંગે સરકાર પર Amit Chavdaએ કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું સર્વેને લઈ?


  • Published By :
  • Published Date : 2023-11-28 14:39:32

ગુજરાતમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળામાં ચોમાસા જેવી સિઝન જામી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. સરકાર જલ્દી સર્વે કરી સહાય ચૂકવે તેવી આશા ખેડૂતો સરકાર પાસેથી રાખીને બેઠા છે. માવઠા બાદ થયેલા નુકસાન અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ વાવેતરને કેટલાક અંશે નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિવદેન બાદ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.


અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર કર્યા પ્રહાર

માવઠાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે.  

આફત સમયે સરકાર જાહેરાતો કરે છે પરંતુ... સહાય આપતી નથી! 

વધુમાં તેમણે કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસની અંદર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. મહત્વનું છે કે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે