અમિત માલવિયાના દાવાનો સચિન પાયલોટે કર્યો પર્દાફાશ, પુરાવા સાથે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-08-17 14:31:03

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે તેમના પિતા રાજેશ પાયલોટ પર બિજેપી આઈ ટી સેલના ચીફ અમિત માલવીયા દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપ્યો છે. અમિત માલવિયાએ એક ન્યૂઝ ચેનલનો વિડિયો શેર કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલોટે તેમના પાયલોટ તરીકેના કાર્યકાળમાં વર્ષ 1966માં રાજધાની આઈઝોલ પર બોમ્બ વર્ષા કરી હતી.


 સચિન પાયલોટનો જોરદાર જવાબ


અમિત માલવિયાના દાવાને જુઠ્ઠો બતાવતા સચિન પાયલોટે ટ્વિટ કર્યું હતું કે "તમારી પાસે ખોટી તારીખ અને તથ્ય છે, હા ભારતીય હવાઈ દળના પાયલોટ કરીકે મારા દિવંગત પિતાએ બોંબ મારો કર્યો હતો, પરંતું તે 1971ન ભારત-પાક યુધ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં બોંબ મારો કર્યો હતો, નહીં કે તમે કહો છો તેમ, 5 માર્ચ 1966ના રોજ મેઘાલય પર તેમને 29 ઓક્ટોબર 1966ના રોજ ભારતીય એરફોર્સમાં નિમણૂંક કરાયા હતા. જય હિંદ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ"

 

અમિત માલવિયાએ કર્યું હતું ટ્વીટ


અત્રે ઉલ્લેખનિય છે કે અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે "રાજેશ પાયલોટ અને સુરેશ કલમાડી એરફોર્સના તે વિમાનો ઉડાવી રહ્યા હતા જેણે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોંબ વર્ષા કરી હતી. બાદમાં તે બંને કોંગ્રેસની ટિકિટ પર સરકારમાં મંત્રી બન્યા હતા, સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલો કરનારાને ઈન્દિરા ગાંધીએ ઈનામ તરીકે રાજનિતીમાં સ્થાન આપ્યું, સન્માન કર્યું" 

 

ટ્વીટ કરી ફસાયા અમિત માલવિયા


ભાજપના આઈ ટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ તો કર્યું પણ હવે બરાબરના ફસાઈ ગયા છે. અજીત અંજુમે લખ્યું " મોદીજીની આઈ ટી સેલના અમિત માલવિયાનું એક મોટું જુઠ પકડાઈ ગયું છે, આ લોકો જૂઠ બોલવા અને જૂઠ ફેલાવનારી ફેક્ટરીના કામદારો છે. જો કે તેમને શરમ પણ નથી આવતી" કોંગ્રેસના નેતા ડો. અજય કુમારે ટ્વીટ કર્યું આ આર્થ્રોપોડ સામે 100 કરોડની માનહાનિ કેસ સાથે જ એફઆઈર પણ નોંધાવી જોઈએ."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.