Loksabhaમાં આક્રામક દેખાયા Amit Shah, સંસદમાં કહ્યું साल 2015 में दिल्ली में एक ऐसी पार्टी सत्ता में आई जिसका मकसद सिर्फ लड़ना था


  • Published By :
  • Published Date : 2023-08-03 17:06:39

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દેશના વિવિધ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થતી હોય છે. ત્યારે આજે લોકસભામાં દિલ્હી સર્વિક બિલ પસાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાની શરૂઆત થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, અમને કાયદો બનાવવાનો પૂર્ણ અધિકાર છે. જવાહરલાલ નહેરૂ, આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દિલ્હી સરકારે પોતાની પસંદગીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માત્ર ભાગ જ વાંચ્યો. શાહે કહ્યું કે સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર છે.

વિપક્ષના ગઠબંધન પર અમિત શાહે કર્યો કટાક્ષ

વિપક્ષના ગઠબંધન પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે મંત્રી ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે. મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે. પરંતુ સમર્થન કરીશું. કારણ કે અમારે ગઠબંધન કરવાનું છે. આવી રીતે વિચારવું ન જોઈએ. શાહે વધુમાં કહ્યું- મારી અપીલ છે કે વિપક્ષના સભ્યોએ દિલ્હી વિશે વિચારવું જોઈએ. ગઠબંધન વિશે વિચારશો નહીં. અરવિંદ કેજરીવાલ પર બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2015થી દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તા પર આવી છે જેનો ઉદ્દેશ માત્ર લડવાનો છે, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાંસ્ફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવા માટે નથી, પરંતુ બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે સતર્કતા વિભાગ પર નિયંત્રણ હાંસલ કરવાનું છે.   

2024માં મોદી જ આવશે - અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે. આટલું જ નહીં, હું કોંગ્રેસને કહેવા માગું છું કે આ બિલ પાસ થયા પછી છેવટે તમે આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .