અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત એકદમ વધી ગઈ છે. રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપનું ટોચનું નેતૃત્વ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ચિંતિંત છે. ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકીના વડાપ્રધાન મોદી, અમિત શાહ અને  જે પી નડ્ડા અવારનવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદીઓને વિકાસલક્ષી ભેટ આપશે.


અમિત શાહ અમદાવાદમાં કરશે અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત


અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમિત શાહ અમદાવાદમાં અનેક  લોકાર્પણ  અને ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ભાડજ સર્કલના બ્રિજનું લોકાર્પણ કરશે. તેની સાથે સાથે તેઓ અનેક વિકાસના કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ શહેરમાં જંગી સભાને પણ સંબોધન કરશે. અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઈ ભાજપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેવી રીતે મેદાને આવી રહી છે, તેના કારણે ભાજપ પણ રણનીતિ તૈયારી કરીને મતદારોને રિઝવવા આક્રમક રીતે કામે લાગી ગઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે