ગાંધીનગર ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સુરક્ષા મામલે યોજાઈ હતી ઉચ્ચસ્તરીય બેઠક


  • Published By :
  • Published Date : 2022-10-27 10:47:47

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થો મળી રહ્યા છે. મોટી સંખ્યામાં માદક પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ડ્રગ્સ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રશાસકોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં તેમણે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આપણા બંધારણે કાયદા અને વ્યવસ્થાને રાજ્યનો મુદ્દો બનાવ્યો છે અને આ યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકાથી એવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે ડ્રગ્સની તસ્કરીનો અપરાધ આપણા દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.

  

ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે - શાહ

વધુમાં અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં પણ જો આપણે અક્રોસ બોર્ડર લડવાનો અપ્રોચ નહીં રાખીએ તો તેના પર નિયંત્રણ લાવી શકશું નહીં. તેથી તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, ભારત સરકારના મહેસૂલ, સામાજ કલ્યાણ, આરોગ્ય વિભાગ અને સીમા સુરક્ષાના કામ કરતા તમામ સીએપીએફ, કોસ્ટગાર્ડ અને નૌકાદળના વ્યપક સંકલન દ્વારા નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે. ઈન્ટરનેશલન ગેંગથી તે નાના શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યો છે, અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. ડ્રગ્સ મારફતે આવતો પૈસો આતંકવાદમાં ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ સામેનાી લડાઈ દેશમાં નાજુક અને મહત્વપુર્ણ વળાંક પર છે.

લક્ષ્ય માત્ર 60 દિવસમાં હાંસલ કર્યો - શાહ  

પીએમ મોદીના નેતૃત્વમાં 2019થી એક અભિગમ અપનાવવામાં આવ્યો છે કે, સંકલન અને સહકારના આધારે માદક પદાર્થો સામેની આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવી જોઇએ. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75 હજાર કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્ય માત્ર 60 દિવસમાં, સમય કરતાં વહેલું હાંસલ કરવામાં આવ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે