આવતીકાલે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:47:08



ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે આવતીકાલે સાંજે છ કલાકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 


આવતીકાલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થશે. કાર્યક્રમમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાર કરવામાં આવશે. નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં 11મી ખેલ મહાકુંભનું વિધિવત રીતે સમાપન કરવામાં આવશે અને ખેલ મહાકુંભના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રી સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે4 પેરા એથલિટનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 


શું હોય છે નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયા?

વર્ષ 1924માં સૌથી પહેલા નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ભારતના ખેલાડીઓને માધ્યમ પૂરું પાડવાનો હતો. જેથી ભારતના રમતવીરો પોતાની ક્ષમતા દર્શાવવાનો મોકો મળે અને પોતાને પણ એક ઓળખ મળી શકે. નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.





બનાસકાંઠા લોકોસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આક્રામક દેખાયા છે. ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી પર આડકરતી રીતે પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે તેમના દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચામાં રહેતું હોય છે.

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...