શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા? કલાવતીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-10 22:36:32

લોક સભામાં બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કલાવતીના ઘરે રાહુલ ગાંધી ભોજન કરવા ગયા હતા, ત્યાર બાદ તેમણે સંસદમાં ગરીબીનું દારૂણ વર્ણન કર્યું. ત્યાર બાદ તેમની સરકાર 6 વર્ષ ચાલી પરંતું હું પૂછવા માગું છું કે તેમની સરકારે તે ગરીબ મહિલા કલાવતી માટે શું કર્યું? તે કલાવતીને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, અનાજ, આરોગ્ય સુવિધા એ તમામ આપવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. પરંતુ ખરેખર ગૃહમંત્રીનો આ દાવો સાચો છે, આ ખુલાસો ખુદ કલાવતીએ જ કર્યો છે. અમિત શાહ દ્વારા લોક સભામાં જેમનો ઉલ્લેખ કરાયો તે કલાવતી આજકાલ મીડિયામાં અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જાણો અમિત શાહના દાવા પર કલાવતીએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે.


કલાવતીએ જણાવી કહીકત


મહારાષ્ટ્રના યવતમાલની રહેવાસી કલાવતી બાંદુરકરે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયું છે. કલાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે જ તે સન્માન સાથે જીવી શકી છે. એ જ કોંગ્રેસે મને તમામ સવલતો આપી. મોદી સરકારે મને કશું આપ્યું નથી. કલાવતીએ કહ્યું કે સંસદમાં જેણે પણ વાત કરી છે તે સંપૂર્ણ જૂઠ છે.


કોંગ્રેસે કલાવતીનો વીડિયો શેર કર્યો 


કોંગ્રેસે કલાવતીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો બીબીસીનો છે. જેમાં કલાવતી મરાઠીમાં કહેતી જોવા મળે છે કે રાહુલ ગાંધીએ મારું જીવન બદલી નાખ્યું છે, મોદી સરકારે મને કશું આપ્યું નથી. યવતમાલ જિલ્લાના મારેગાંવ તાલુકાના જલકા ખાતે આત્મહત્યા પીડિતાના પરિવારની ખેડૂત મહિલા કલાવતી બાંદુરકરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમને 3 લાખ રૂપિયા આપ્યા હતા. બેંકમાં 30 લાખ રૂપિયાની એફડી કરાવી હતી. રાહુલ ગાંધીના આગમન બાદ મને ઘર, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી.


કોણ છે કલાવતી?


કલાવતી બાંદુરકર યવતમાલના જાલકા ગામની રહેવાસી છે. આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યાના કારણે ચર્ચામાં રહ્યો છે. રાહુલ ગાંધી વર્ષ 2008માં કલાવતીને મળ્યા હતા. કલાવતીના પતિ પરશુરામે દેવું ન ચૂકવી શકવાના દબાણમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મીટિંગ પછી, કલાવતી પ્રસિદ્ધિમાં આવી અને દેશભરમાંથી મદદનો વરસાદ થવા લાગ્યો. જ્યારે કલાવતીના પતિએ આત્મહત્યા કરી ત્યારે તેમના પર 7 પુત્રીઓ અને 2 પુત્રોના ઉછેરની જવાબદારી હતી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે રાહુલ ગાંધી આવીને તેમને મળશે. કલાવતી કહે છે કે આ મુલાકાતે તેમનું જીવન બદલી નાખ્યું. પહેલા તે ઝૂંપડીમાં રહેતી હતી, હવે તેની પાસે સારૂં ઘર, વીજળી અને પાણીનું કનેક્શન છે, જોકે કલાવતી હજુ પણ ખેતમજૂર તરીકે કામ કરે છે.


શું અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા?


બીજી તરફ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકારે કલાવતીને વીજળી, ઘર, શૌચાલય, ભોજન અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરંતુ હવે કલાવતીએ આખું સત્ય કહ્યા બાદ અમિત શાહ લોકસભામાં ખોટું બોલ્યા તે સાબિત થયું છે. આ માટે વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.