કલમ 370 મુદ્દે અમિત શાહના કોંગ્રેસ પ્રહાર 'PoK ભારતનું છે, કોઈ એક ઇંચ જમીન પણ છીનવી નહીં શકે...'


  • Published By :
  • Published Date : 2023-12-11 22:23:11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 પર બોલતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હજુ પણ કલમ 370 હટાવવાને ખોટો નિર્ણય કહી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ યોગ્ય નથી માની રહી. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે ભારતમાં વિલીનીકરણ બાદ જમ્મુ-કાશ્મીર પાસે આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીર કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી.


PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે


અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો 3 પરિવારોએ રોકી દીધા છે. તેમણે કહ્યું કે PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. તેમણે એમ પણ કહ્યું કે અમે ભારતની એક ઇંચ પણ જમીન જવા દઇશું નહીં. કલમ 370 અંગે તેમણે કહ્યું કે તેનાથી અલગતાવાદને બળ મળી રહ્યું હતું. ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નેહરુએ અડધુ કાશ્મીર છોડી દીધું હતું. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે નેહરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ થયો હતો.


આતંકવાદીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહીં


અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ માટે અમારા દિલમાં કોઈ સહાનુભૂતિ નથી. તે હથિયારો હેઠા મુકે અને મુખ્ય પ્રવાહમાં આવે. કલમ 370 હટાવવાથી આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હવે સ્મશાન યાત્રામાં આતંકવાદીઓની ભીડ નથી ઉમટતી. અલગતાવાદમાંથી આતંકવાદનો જન્મ થયો છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'