પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર બોલ્યા અમિત શાહ, રિપોર્ટરના સવાલ પર જવાબ આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-18 18:32:50

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી લોકસભા સીટના ઉમેદવાર છે, આવતી કાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!    

અમિત શાહે આપી બાંહેધારી!

લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે.. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરવાના છે. વિરોધના વંટોળ વચ્ચે પરોત્તમ રૂપાલા હવે તો પરષોત્તમ રૂપાલા નિશ્ચિંત થઈ શકે છે કેમ કે ગૃહમંત્રી અમિત શાહ પણ જાણે બાંહેધરી આપી રહ્યા હોય એમ કહી દીધું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો. 


રિપોટરના જવાબમાં અમિત શાહે કહ્યું કે... 

ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડે છે. ફોર્મ ભરતા પહેલા રોડ શૉ સાથે શક્તિપ્રદર્શન કરી રહેલા અમિત શાહને પ્રશ્ન પુછાયો કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે એના પર શું કહેશો તો અમિત શાહે જે જવાબ આપ્યો એનાથી ભાજપનો આત્મવિશ્વાસ અને ક્ષત્રિય સમાજનો જે હિસ્સો વિરોધ કરી રહ્યો છે એમાં આક્રોશ બંને વધ્યા હશે. જે  આ ઈન્ટરવ્યુ જીએસટીવીના પત્રકારે કર્યો હતો 


ભાજપ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી લાગતી

અમિત શાહ કહી રહ્યા છે કે તમારી ચેનલની આંખો સિવાય ક્યાંય વિરોધ નથી, જો કે હકિકત એ છે કે રાજકોટના રતનપરમાં જે સંમેલન મળ્યું એનો આકાશી નજારો દરેકે જોયો છે. ક્ષત્રિય સમાજ ખુબ જ આક્રોશની સાથે આ મામલે મેદાને છે એ હકિકત છે. પણ અમિત શાહે જે રીતે આ મુદ્દાને અથવા આ પ્રશ્નને ઈગ્નોર કર્યો એના પરથી એક વાત નક્કી છે કે ભાજપ આક્રોશ કે આંદોલનને તાબે થઈને ઉમેદવાર બદલવાનાના મૂડમાં નથી અને અમિત શાહના આ જવાબ પછી ક્ષત્રિય સમાજ પ્રતિક્રીયાના રૂપે આગળની રણનીતિ શું ઘડે છે એ જોવાનું રહ્યું, 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે