ચૂંટણી જીતવા અમિત શાહ ઘડશે રણનીતિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 13:36:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે  આવ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે ઉપરાંત વિવિધ કાર્યો માટે ખાતમૂહુર્ત પણ કર્યા છે. વિધાનસભા ચૂંટણી પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભાજપ કેવી રીતે અને કયાં મુદ્દે પ્રચાર કરશે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે. અમિત શાહ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી માર્ગદર્શન આપવાના છે. આ બેઠકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. 

Mission Mumbai 2023, Maharashtra 2024 on Amit Shah's plate during city  visit | Cities News,The Indian Express

કમલમ ખાતે યોજાશે બેઠક

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ બાદ ગુજરાતમાં પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટી આવવાથી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર પર વધારે જોર આપી રહી છે. ભાજપ અને આપ વચ્ચે ઘણી વખત વાક્યુદ્ધ થયા છે. ત્યારે અમિત શાહનો ગુજરાત પ્રવાસ અતિ મહત્વ ગણવામાં આવી રહ્યો છે. આપના આવવાથી ભાજપ પોતાની રણનીતિમાં અનેક ફેરફાર કરી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અમિત શાહ બાદ 29-30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પોતાનો પ્રચાર કરવા ભાજપ, રાજ્યમાં યાત્રાનું આયોજન કરવાનું છે. વડાપ્રધાન મોદી પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી શકે છે ત્યારે આજે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરવાના છે.   

Covid-19: Gujarat BJP HQ Kamalam closed for visitors | DeshGujarat




સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'