વાવાઝોડાની ચર્ચા વચ્ચે જાણો ક્યારે કયું સિગ્નલ આપવામાં આવે છે? જાણો વિગતવાર કે ભારતમાં કેટલા સિગ્નલોનો થાય છે ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-06-09 14:06:20

હાલ જ્યાં જુઓ ત્યાં વાવાઝોડાની વાત થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે. અલગ અલગ સિગ્નલો પણ વાવાઝોડાને લઈ આપવામાં આવતા હોય છે. અનેક દેશોમાં સિગ્નલો દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભારતમાં આ માટે 11 સિગ્નલોને ઉપયોગ કરવામાં આવે છે. વાવાઝોડાની ગંભીરતાને લઈ અલગ અલગ સિગ્નલો અપાતા હોય છે ત્યારે જાણીએ ક્યારે ક્યાં સિગ્નલ આપવામાં આવે છે.   


જાણો ક્યારે અપાય છે સિગ્નલ નંબર 1થી સિગ્નલ નંબર 11 ?  

સિગ્નલ નંબર 1 ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું હોય. આ સિગ્ન દરમિયાન પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હોય છે. જો પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાકે હોય તે દરમિયાન વાવાઝોડું સર્જાયું છે તે વખતે સિગ્નલ નંબર 2 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 3 અને સિગ્નલ નંબર 4 બંદરોની સ્થિતિ ભયજનક હોવાનું સૂચવે છે. સિગ્નલ નંબર 3 ત્યારે આપવામાં આવે છે જ્યારે વાવાઝોડા બંદર સુધી પહોંચી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 60થી 90 કિલોમીટર પ્રતિકલાક રહેશે.સિગ્નલ નંબર 4 સ્થાનિક તંત્રને વોર્નિંગ આપવામાં આવે છે કે બંદરને અસર કરી શકે છે. 



ભયનો સંકેત સિગ્નલ નંબર 4  દર્શાવે છે. વાવાઝોડાને કારણે બંદરના હવામાનને અસર થઈ શકે છે. બંદરની ડાબુ બાજુથી વાવાઝોડું પસાર થઈ શકે છે. જો સિગ્નલ નંબર 6 આપવામાં આવ્યું હોય તો વાવાઝોડું ડાબી બાજુથી પસાર થઈ શકે છે. જો બંદર ઉપરથી અથવા તો બંદર નજીકથી વાવાઝોડું પસાર થવાનું હોય ત્યારે સિગ્નલ નંબર 7 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 8નું એલર્ટ આપવામાં આવ્યું હોય તો તેનો મતલબ થાય છે કે તે સમય દરમિયાન હવાની ઝડપ 90થી 120 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. વાવાઝોડું જમણી બાજુથી પસાર થશે. 



જો સિગ્નલ નંબર 9 આપવામાં આવ્યું હોય તો ચક્રવાત ડાબી બાજુથી પસાર થઈ શકે છે. સિગ્નલ નંબર 10ને ખૂબ જ જોખમનું એલર્ટ માનવામાં આવે છે. આ વાવાઝોડાને અતિ ભયંકર માનવામાં આવે છે. બંદર પરથી અથવા તો તેની આજુબાજુથી પસાર થશે અને પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિકલાકે રહેતી હોય છે. અને સૌથી છેલ્લે સિગ્નલ નંબર 11 આપવામાં આવે છે જેનો અર્થ થાય છે કે  બંદર સાથેના તમામ સંપર્ક તૂટી પડયા છે. બંદર ખતરામાં હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.