Amreli : બોરવેલમાં ફસાયેલી દોઢ વર્ષની આરોહીએ લીધા અંતિમ શ્વાસ, જિંદગીને બચાવવા માટે અનેક કલાકો રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-15 11:05:35

અમરેલીના સુરાગપરા ગામમાંથી ગઈકાલે સાંજે એક સમાચાર આવ્યા... દોઢ વર્ષની દીકરી આરોહી રમતા રમતા બોરવેલમાં ફસાઈ ગઈ.. આ ઘટનાની જાણ થયા બાદ અનેક લોકોએ આરોહી જલ્દી અને સુરક્ષિત બહાર નીકળે તે માટે કદાચ પ્રાર્થના પણ કરી હશે... આરોહીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુની કામગીરી ચાલી.. એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કરવામાં આવેલા પ્રયાસો સફળ ના ગયા અને અંતે આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ.. 

દોઢ વર્ષની દીકરી ફસાઈ ગઈ હતી બોરવેલમાં 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે.. નાના બાળકો બોરવેલમાં ફસાઈ જાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. રમત રમતમાં બાળકો પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે જેની જાણ તેમને નથી હોતી..! ગઈકાલે અમરેલીથી એક સમાચાર સામે આવ્યા જેમાં દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઈ ગઈ.. પરપ્રાંતિય મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ.. ઘટનાની જાણ થતા આરોહીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 



બોરવેલમાંથી બહાર આવ્યો આરોહીનો મૃતદેહ

એનડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમે બનતા તમામ પ્રયાસો કર્યા.. ઓક્સિજન બાળકી સુધી  પહોંચડવામાં આવ્યું.. જીંદગીને બચાવવા માટે 17 કલાક રેસ્ક્યુ ચલાવવામાં આવ્યું.. સવારે 5 વાગ્યાની આસપાસ આરોહીને બહાર કાઢવામાં આવી.. હેલ્થ વિભાગના અધિકારી દ્વારા આરોહીને મૃત જાહેર કરવામાં આવી.. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે... એવી માહિતી સામે આવી છે કે દીકરી સુતી હતી અને તેના માતા પિતા કપાસ સોપતા હતા.. બાળકી ક્યારે જાગીને બોરવેલ પાસે પહોંચી ગઈ.. બોરવેલ પર રાખવામાં આવેલો પથ્થર કોઈએ હટાવી નાખ્યો હશે અને બાળકી તેમાં પડી ગઈ.  


અનેક કલાકો સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી

ઉલ્લેખનિય છે કે એનડીઆરએફની ટીમ દ્વારા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા, 108ની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. બોરવેલમાં ફસાયેલી આરોહી પણ મોત સામે ઝઝૂમી.. 17 કલાકની ભારે ઝહેમત બાદ આરોહીને બહાર કાઢવામાં સફળતા પણ મળી પરંતુ આરોહીનો પાર્થિવ દેહ બહાર આવ્યો. આરોહી જીંદગી સામેની જંગ હારી ગઈ...   



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....