Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે PM Modi પર કર્યા પ્રહાર, Adaniનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે... સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-23 14:35:34

અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં નેતાઓ બેફામ રીતે નિવેદનો આપતા હોય છે અને તે ચર્ચાનો વિષય બની જતા હોય છે. આવા કાર્યક્રમોમાં નેતાઓના દર્દ પણ છલકાઈ આવે છે. પોતાના મનની વેદના જાહેર મંચ પરથી નેતાઓ વ્યક્ત કરતા હોય છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીને નિવેદન આપ્યું છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.  

પીએમ મોદી દેશનો નહીં પરંતુ....  

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીને લઈ પાર્ટી તૈયારી કરી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવે છે જેને કારણે રાજકારણ ગરમાય છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પીએમ મોદીએ અને સ્મૃતિ ઈરાનીને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશનો નહીં અદાણી અંબાણીનો દલાલ છે. તે ઉપરાંત સ્મૃતિ ઈરાનીને લઈ પણ તેમણે નિવેદન આપ્યું છે.  

 

જાહેર મંચ પરથી છલકાય છે નેતાઓનું દર્દ!

મહત્વનું છે કે જ્યારે આવા કાર્યક્રમો થતાં હોય છે ત્યારે પૂર્વ નેતાઓ, સાંસદોના દર્દ છલકાઈ આવતા હોય છે. ન માત્ર કોંગ્રેસના પરંતુ ભાજપ નેતાઓના પણ અનેક વીડિયો સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે અદાણીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવે છે. સંસદમાં પણ આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.   



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..