અમરેલીઃ ધારીમાં દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો, મહિલાએ પતિને દીપડાથી બચાવ્યો


  • Published By :
  • Published Date : 2022-11-03 20:29:51

દીપડાએ પતિ પર હુમલો કરતા પત્નીએ પાવડાનો હાથો ઉપાડ્યો અને દીપડાના માથામાં ફટાકારી દીધો. દીપડો ઘાયલ થતાં બેભાન થઈ ઢળી પડ્યો.....  

દીપડાએ ચાર લોકો પર કર્યો હુમલો

અમરેલીના ધારી તાલુકાના શિવડ ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિ પર દીપડાનો હુમલો થયો ત્યારે તેની પત્નીએ દોડીને પાવડાનો હાથો દીપડાના માથા પર મારી દીધો હતો. દીપડાને માથામાં વાગતા દીપડો બેભાન થઈ ઢળી પડ્યો હતો. સ્થાનિક વન વિભાગની ટીમે હુમલો કરનાર દીપડાને પાંજરે પૂર્યો હતો. હાલ પતિની સારવાર ચાલી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે.

 
મહિલાએ દીપડાને પાવડાનો ઘા માર્યો અને બેભાન કરી દીધો

દીપડાનો આતંક કેટલાય દિવસોથી ગામની અંદર ચાલુ હતો. શિવડ ગામમાં 70-80 જેટલા લોકો વસે છે તેઓ દીપડાની ફરિયાદ કરી રહ્યા હતા. દીપડાએ શિવડ ગામના જલ્પાબેન,, વાજીબેન, મહેશભાઈ અને ગોવિંદભાઈ પર હુમલો કર્યો હતો. તમામ લોકોની સારવાર ચાલી રહી છે અને દીપડાને આંબરડી સફારી પાર્ક ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે.  

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે