Amrut Kalash Yatra : Gujaratની માટી લઈ ઈલેક્ટ્રિક અને સીએનજી ગાડીઓ પહોંચી દિલ્હી


  • Published By :
  • Published Date : 2023-11-01 14:49:02

સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ જગ્યાઓની માટી ભેગી કરવામાં આવી. ત્યારે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાંથી આ અમૃત કળશ યાત્રા નિકળી હતી. આ વિધાનસભાની માટી ભેગી કરાઈ. આ યાત્રાની જવાબદારી વડોદરા મહાનગર સંગઠનને સોંપવામાં આવી હતી.આ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર અને 35 સીએનજી કાર આ યાત્રામાં સામેલ થઈ હતી. આ યાત્રાનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી કરવામાં આવ્યું હતું. 

યાત્રામાં જોડાઈ ઈલેક્ટ્રિક તેમજ સીએનજી ગાડીઓ

અમૃત કળશ યાત્રા પોતાનામાં એક એવો કાર્યક્રમ છે જે ન ભૂતો ન ભવિષ્યતી જેવો છે. વિશ્વભરમાં આવો કાર્યક્રમ નથી યોજવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન પર્યાયવરણને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન ગુજરાત દ્વારા રાખવામાં આવ્યું છે. પર્યાયવરણને નુકસાન ન થાય તે માટે અમૃત કળશ યાત્રામાં 75 ઈલેક્ટ્રિક કાર તેમજ 35 સીએનજી કારનો ઉપયોગ કરાયો છે. આ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરી અને માટી ભેગી કરી 31 ઓક્ટોબરે દિલ્હી પહોંચી છે. આ યાત્રાનો શુભારંભ 29-10-2023થી કરાયો હતો. 

શા માટે કરાયું 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમનું આયોજન?

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . 31 ઓક્ટોબર 2023એ આ યાત્રાનું સમાપન થયું છે. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ શરૂ કરવાનો ઉદ્દેશ એવા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો હતો જેમણે પોતાના જીવનું બલિદાન દેશ માટે આપ્યું હતું. દેશના ખુણેખુણેથી અલગ અલગ કળશો દિલ્હી પહોંચ્યા હતા. ગ્રીન એનર્જીના સંદેશ સાથે ગુજરાતથી ગાડીઓ દિલ્હી પહોંચી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે