અમદાવાદની AMTS બસે છેલ્લા 10 વર્ષમાં અકસ્માતોની વણઝાર કરી, સત્તાવાર આંકડો જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-23 13:36:54

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની AMTS  લાલ બસ સેવા રાહદારીઓ અને વાહનચાલકો માટે ખતરનાક બની રહી છે. AMTSની સેવા ખાનગી હાથોમાં ગયા બસી તો તેની સર્વિસ પણ ઘણી કથળી છે. શહેરની લાઈફલાઈન ગણાતી આ AMTS બસ સેવાના ડ્રાઈવરોએ છેલ્લા 10 વર્ષમાં અકસ્માતોનો કિર્તિમાન સર્જ્યો છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે.


AMTSએ કેટલા અકસ્માતો કર્યા?


તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ AMTS બસ સેવા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોના જીવ ગયા છે. જ્યારે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચાલિત AMTS બસ સેવાએ છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. આ આંકડા જણાવે છે કે ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી બસ સર્વિસના ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગ કરે છે. વર્ષ 202/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમાં 09 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 155 અકસ્માતમાં 08 ફેટલ અકસ્માત થયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે